SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ Awwwwwww ૩૩૨ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ સત્યવતી મોટા કુળની, પ્રસિદ્ધ માતાપિતાની બાળા હતી. પણ નસીબને નાવિકના ઘેર ઉછરેલી હોવાથી, મત્સ્યગંધાને અને સત્યવતીને એક નામ ઉપર ચડાવી દેવામાં આવી સંભવે છે. તેને ખુલાસો વાંચો. - નાવિક ગાંગેયકુમારને કહે છે, ભાઈ ! તારા આ અતિ દુષ્કર આચરણનું, મને આખી જિંદગી સ્મરણ ભુલાશે નહીં. હવે મારી એક વાત સાંભળો. જે સાંભળવાથી આ મારી પુત્રીની, તથા તેને પરણનાર મડારાજા શાન્તનુની, અને હવે પછી જન્મનાર તેણીના વંશની, કીતિ અને આબરુ ઉજવળ રહે. આ હેતુથી આ બાળાની ઉત્પત્તિ-અને વંશની વાત કરું છું. હું પોતે પુત્ર-પુત્રી, સન્તાન વગરને છું. એકવાર કાલિન્દી નદી (યુમુના)ના કિનારે ફરતો હતો. પરિશ્રમ લાગવાથી નજીકમાં અશેક વૃક્ષની નીચે જઈને બેઠો. અને જોઉં છું તે, ચંદ્રના કિરણના સમૂહજેવી, તત્કાળ જન્મેલી, રૂપને અંબાર એક બાળાને જેઈ! હું બાળક વગરને હવાથી ખૂબ ખુશી થયો. તેણને ઉંચકી લઈ ઘર તરફ ચાલ્ય, તેટલામાં મેં આકાશમાં દૈવી અવાજે સાંભળ્યા. ઉભા રહીને ધ્યાન આપ્યું. अस्ति रत्नपुरे स्वस्तिधाम्नि रत्नांगदो नृपः । तस्य रत्नवती कुक्षि-शुक्तिमुक्तेयमात्मजा ॥१॥ ના દાત્ર. વિપુજા વિUિTI તમેતામતનુબેન, શાન્તનું રળવતા રા ઈતિ મલધારિદેવપ્રભસૂરિ પ્રણીત પાંડવચરિત્ર લે. ૨૩૦-૩૧ મહાકાવ્ય સર્ગ ૧ લે અર્થ : વિતાવ્ય પર્વત ઉપર રત્નપુર નામના નગરમાં, રત્નગદ નામના રાજાની રાણી રત્નાવતીની કૃક્ષિપશુક્તિમાં મુકતા–મોતી દાણા જેવી આ બાળાને, બાળાના પિતાના શવિદ્યાધરે જાતમાત્રને હરણ કરીને લાવીને આ સ્થાને મૂકી છે. આ બાળા તમારા ઘેર ઉછરીને યુવાન વયે પામી હશે, ત્યારે હસ્તીનાપુરને રાજા ઘણા પ્રેમથી આ બાળાને પરણશે. આ પ્રમાણે આકાશવાણીથી આનંદ પામેલ બાળાને લઈને હું ઘેર આવ્યા. - નાવિકના આ પ્રમાણેના ખુલાસાથી, કુમારગાંગેય ઘણું જ ખુશી થયા. સત્યવતી સાથે શાન્તનુ રાજાનાં લગ્ન થયાં. ગાંગેયકુમારની આવી પિતૃભકિતનાં યશગાન ખૂબ ગવાયાં, અને જગતના કેઈ પણ ગૃહસ્થ ન લઈ શકે તેવું, પત્ની અને રાજ્ય ત્યાગનું બ્રહ્મચર્ય અને પરિગ્રહ પરિમાણરૂપ વ્રત લેવાથી, ગાંગેયકુમારનું અપરનામ, ભિષ્મકુમાર પણ થયું હતું.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy