SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૪. જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ ચારે બાજુથી રતનનાં-સુવર્ણનાં–રજતનાં–ચંદનનાં મહાકિંમતી મુકામે બળવા લાગ્યાં. લાખોની સંખ્યામાં પુરુષ, સ્ત્રીઓ, બાળક, હાથી, ઘોડા, ઊંટ, ગાય, ભેંસ વગેરે પ્રાણીઓ બળી ખાખ થવા લાગ્યાં. જેમાં સમુદ્રના મધ્યમાં, ડૂબતા વહાણમાં બેઠેલા. માણસ, પાણી સિવાય બીજું કાંઈ જોઈ શકતા નથી, તેમ અહીં દ્વારિકામાં સળગી રહેલા મનુષ્ય અને પશુઓ અગ્નિ સિવાય કશું દેખતા નથી. ચારે બાજુ અથવા બધી બાજુ, અગ્નિના વરસાદમય દ્વારિકા થઈ ગઈ છે. લોકે શેરબકેર મચાવી રહ્યા છે. આખું નગર બચાવો-બચાવોના પોકાર કરી રહેલ છે. ત્યારે કૃષ્ણ–બલભદ્ર મહારાજાઓની, હજાર રાણીઓ અને કુમારે પણ બળીને, ખાખ થતા હતા, પિકારો પાડતા હતા, રુદન કરતા હતા, તે વખતે આ બે મહાપુરુષોએ આખા નગરને કમસર બચાવવાના વિચારમાં, સૌ પ્રથમ પોતાના પિતાજી વસુદેવમહારાજા તથા માતાઓ, દેવકી અને રોહિણી બંનેને, રથમાં બેસાડ્યાં હતાં. અને કમસર હાથી, ઘોડા, બળદ જોડ્યા પણ, દેવી કોપથી કઈ ચાલી શકયા નહીં. છેવટે બે ભાઈ પિતે રથ ખેંચી, દરવાજે લઈ ગયા. દેવે દરવાજા બંધ કર્યા. તે પણ બલભદ્ર મહારાજાએ, પાટુના પ્રહારથી તોડી નાખ્યા. પણ રથ નીકળી શક્યો નહીં. અને કૈપાયનદેવે આકાશમાં આવીને ગજારવ કરીને સંભળાવ્યું તમે બે ભાઈ સિવાય, દ્વારિકા નગરીના માણસ કે પશુ, એકને પણ હું જીવતા છોડવાને નથી. આટલું બોલીને અગ્નિને વરસાદ વરસાવ્યા. તેવામાં વસુદેવરાજા અને દેવકી-રેહણી બે તેમની રાણીઓએ આરાધના કરી લીધી. અનશન ઉર્યું. તેમનાથ સ્વામીનું શરણ કર્યું. દુષ્કૃત નિંદા, સુકૃત અનુમોદના કરી, અઢાર પાપને સીરાવી, નમસ્કારનું ધ્યાન કરતા, મરણ પામી દેવક ગયા છે. પ્રશ્ન : તેઓ બધા અપસંસારી હતા ? ઉત્તર : મહાદેવી દેવકીરાણી આવતી ચોવીસીમાં અગ્યારમા અને રોહિણીરાણી પંદરમા તીર્થંકરદેવ થવાના છે. પરંતુ વસુદેવરાજા માટે વિશેષ જાણવા મળ્યું નથી. પ્રશ્ન : વસુદેવરાજાની બીજી બધી રાણીઓ દ્વારિકામાં બળીને ભસ્મ થઈ હતી ? ઉત્તર : વસુદેવરાજાની બે સિવાયની બધી રાણી, દીક્ષા પામી મોક્ષમાં ગઈ છે. તેમાં પાંત્રીસ હજાર તે શત્રુંજયગિરિ ઉપર અનશન કરી, એકી સાથે મોક્ષમાં ગઈ છે. “વસુદેવની રાણી પ્રસિદ્ધિ રે. ૫ અ પાંત્રીસ હજાર તે સિદ્ધિ રે.” આદીશ્વર અલબેલે છે ઈતિ. પંડિત વીરવિજયગણું કૃત નવાણું પ્રકારી પૂજા. આ રીતે કૃષ્ણ મહારાજ અને બલભદ્ર મહારાજાએ, પોતાના માતાપિતાને બચાવવા માટે છેવટ સુધી બધું કર્યું. પનીઓ અને પરિવારને પહેલું સ્થાન આપ્યું નહીં. મહાપુરુષે કયારે પણ ઔચિત્ય ભૂલતા નથી ઈતિ.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy