SearchBrowseAboutContactDonate
Page Preview
Page 364
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૯ ગાંગેયકુમારની પિતૃભક્તિની અને નિસ્પૃહતાની પરાકાષ્ટા ગાંગેયની પિતૃભક્તિ અને નિસ્પૃહતા સાંભળીને, વિસ્મય પામેલો નાવિક, વધારે ભાવિષ્ટ બનીને કહેવા લાગ્યો : કુમાર ! આપની પિતૃભક્તિ જગતમાં અમેય અને અજોડ છે. ભક્તિના કરનાર, જગમાં સંત ઘણા થયા, પણ શાન્તનુરાયતનુજ ! તુજસમ એકે નવ થયા.” “જનક ભક્તિને કાજ, તૃણવદરાજ્ય ગણ્યું તમે, નિસ્પૃહતા તુજ આજ, દેખીને દેવ નમે.” “પામર રાજ્યને કાજ, રણના મેદાને મર્યા, સંત પુરુષ મહાધીર, રાજ્ય–રમા–ત્યાગી તર્યા.” તમે પિતાની ભકિત માટે જે ત્યાગ કર્યો છે, એ, ભલભલાના મસ્તક ડોલાવે તે છે. તોપણ મારે હજીક પુત્રી આપવાની ભાવના થતી નથી. તેનું કારણ એ જ છે કે આપ પિતે રાજ્યને ત્યાગ કરો છો તે તદ્દન સાચું છે. અને મારા દોહિત્રને રાજ્ય આપી, તમે તેના રક્ષક બનશે તે પણ તદ્દન સાચું છે. પરંતુ મહાશય ! આપના પુત્ર પણ આપના જેવા જ બળવાન થવાના છે. તેઓ પણ મારી પુત્રીના પુત્રનું રાજ્ય, કેમ સહી શકે ? અર્થાત્ પડાવી જ લેશે. માટે મારી પુત્રી, આપના પિતાને આપતાં જીવ ચાલતું નથી. બસ મારે બીજું કહેવાનું નથી. આપના માર્ગમાં કલ્યાણ થાઓ. ઘણી રાજપુત્રીઓ છે. આપના પિતાને જરૂર મળી જશે. નાવિકના કેવળ સ્વાર્થપૂર્ણ વચન સાંભળીને, પિતાની ભકિતમાં તરબોળ બનેલા ગાંગેયકુમાર બોલી ઊઠયા, મહાશય! આ પણ તમારી ચિંતાને હું અત્યારે જ દૂર કરું છું, સાંભળો– श्रुणु त्वं व्योम्नि श्रृण्वन्तु ! सिद्ध-गान्धर्वखेचराः । ममकै मुषिताशेष-पापग्रहं अभिग्रहं ॥१॥ स्वर्गश्च सोपवर्गश्च यस्य ख्याताफलद्वयी । आजन्म तन्मयोपात्तं, ब्रह्मचर्य मतः परं ॥२॥ અર્થ : હે મહાભાગ્યશાલિન ! આપ સાંભળો અને આકાશમાં રહેલા સિદ્ધોગાળે અને વિદ્યારે પણ, મારે સર્વ પાપને નાશ કરનાર અભિગ્રહ સાંભળે. જેની આરાધનાથી સ્વર્ગ અને મેક્ષ અવશ્ય પ્રાપ્ત થાય છે, એવું બ્રહ્મચર્યવ્રત હું આજથી સ્વીકારું છું. અર્થાત્ ત્રિવિધ બ્રહ્મચર્યની પ્રાપ્તિનાં ફળ બે જ છે. સ્વર્ગ અને અપવર્ગ એટલે મોક્ષ. ૪૨
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy