SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ બ્રહ્મવ્રત ધારે મનવચકાય, સર્વ જીવ રક્ષણ ઉપાય ॥ આરાધક મુક્તિમાં જાય, । અથવા સ્વર્ગી તે નર થાય ॥ ૧ ॥ મહા સાત્ત્વિક ગાંગેયકુમાર કહે છે : चाणश्रमणैः पूर्वमिति मे प्रतिपादितं । प्रथमं च चतुर्थच, व्रतेच्वनुपमे व्रते ॥ १ ॥ प्रतिपेदे मया पूर्व प्राणिनामभयवतं । ब्रह्मवर्तामिदानींतु ममभाग्यमहो महत् || २ || ૩૩૦ અર્થ : જયારે હું બાળક હતા, અને મોસાળમાં રહેતા હતા, ત્યારે ચારણ શ્રમણા-વિદ્યાચારણા પાસે મે સાંભળ્યું હતું કે, પહેલું અહિંસાવ્રત અને ખીજુ શીલવ્રત, આ બે ત્રતા બધા વ્રતા થકી મેટાં છે. આ એની સાથે કાર્ય વ્રતની ઉપમા છે જ નહીં. તે જ વખતે શ્રમણ ભગવતાની સાક્ષીએ, મે નિરપરાધ કોઇપણ પ્રાણીને હણવા નહીં, આવું વ્રત લીધું હતું. ત્યારથી જ જગતના પ્રાણીમાત્રને, મારા તરફથી અભય દાન મળ્યું છે. તથા આજે હું બ્રહ્મવ્રત સ્વીકારું છું. મારૂ ભાગ્ય ઘણું જ મહાન છે. આ પ્રમાણે ખેલતા ગાંગેયકુમારના મસ્તક ઉપર, દેવાએ સુગ ંધિ ફૂલેાની વૃષ્ટિ કરી. અને ઠામઠામ આકાશવાણી થઈ. ગંગાદેવીની કુક્ષિને હજારા ધન્યવાદ છે. જ્યાં આવું રતન પાકયું છે. પિતાની ભિકત કરનારા જગતમાં ઘેાડા હાય છે, તેમાં આવા તે વખતે કયાંક જ હાય. अहिंसा ब्रह्मचर्य च, पितृभक्तिश्च निश्चला । त्रयस्त्रिभुवनेश्लाघ्याः शान्तनोः तनुजे गुणाः ||१|| ખરેખર આશ્ચર્ય પામવા જેવા અહિંસા, બ્રહ્મચર્ય અને પિતાની અજોડ ભક્તિ આ જગતમાં, જોવા મળવી મુશ્કેલ છે. આવા ત્રણ ગુણા ગાંગેયકુમારમાં જ આવ્યા છે. “ માતપિતાના સેવકા, વખતે કયાંક જણાય, પણ ગાંગેય સમાન પુત્ર, થાય અગર નવ થાય.” “ હમ્મેશ હજારા બાળકા જન્મે જગની માંય, સાચા જનકના સેવક, વિરલા ભૂતલમાંય.” આવાં અનેક પ્રકારે ગાંગેયનાં વખાણ થયાં. આવા મહાપુરુષા મર્યા પણ જીવતા જ છે. જેમણે પિતાની ભક્તિ માટે, પોતાના સ્વાર્થીએ સંસાર વિચાર્યું જ નહીં. કહ્યું છે કે— “ જેના જગમાં જસ નહી', જસ વિના કાં જીવંત, । જે જસ લઈને આથમ્યા, તે રવિ પહેલાં ઊગત,”
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy