SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ હે નરરત્ન ! જે જે બાળાઓને શાકયના પુત્રાનું દુખ–અપમાન–તિરસ્કાર જેમણે જોયું હાય, કે સાંભળ્યું હાય, તેને જ તે સમજી શકે છે. માટે હે રાજપુત્ર! ઘણું શું કહેવાય. એક જ આપના પુત્રો હોવા છતાં, જુદી માતાના દીકરા, બળવાન, નબળાને દુખ આપે છે, હેરાન કરે છે, સર્વસ્વ હૈ લે છે, દેશનિકાલ પણ થવું પડે છે. આવાં પુત્રી અને પુત્રીના પુત્રા માટે, નબળાં ભવિષ્ય વિચારીને, હું મારી પુત્રી તમારા પિતાને આપવા ઈચ્છતા નથી. હવે ગાંગેયકુમાર કહે છે, મહાશય ! તમારા આવા બધા વિકલ્પા, પામર મનુષ્યા માટે ખરાખર છે. પરંતુ આ તે કુરૂવંશ છે, કલહુ'સ. અને બગલાને સરખા કેમ કહેવાય ? તમે મને શાકચને પુત્ર કેમ કહેા છે ? મારે તે! આ માતા ગંગાદેવીના જેવી જ મારી માતા રહેશે. આ સત્યવતી દેવી, પ્રારંભમાં મને પુત્ર સમજીને, પુત્રનું સુખ ભાગવશે. પાછળથી પેાતાના પુત્રાનું સુખ ચાખશે. ખીજી વાત એ જ છે કે, મારા પિતાને પણ હું ભાઈ વગરના છું, તેનું ઘણું દુ:ખ છે. માટે મારે ભાઈનું સુખ પણ અનિવાય છે. જરૂરનુ છે. બીજી પણ મારી પ્રતિજ્ઞા સાંભળે. एकां श्रृणु प्रतिज्ञां मे, बाहुमुतक्षिप्य जल्पतः । सत्यवत्या स्तनूजस्य, राज्यं नान्यस्य कस्यचित् ॥ १ ॥ અર્થ : હું મહાશય! બે હ્રાથ ઉંચ્ચા કરીને, હું જે કાંઈ એટલું છું, તે તમે સાંભળેા. આજથી હું પ્રતિજ્ઞા કરું છું કે, મારા વડીલાનું આટલું આદું વિશાળ રાજ્ય, તે સત્યવતી માતાના પુત્રને જ મળશે; બીજાને નહીં. અને આખી જિંદગી હું ધનુષ્ય બાણુ હાથમાં રાખીને, મારા લઘુબન્ધુના રાજ્યનું :રક્ષણ કરીશ. અને કાગડાની પેઠે તેના શત્રુએ નાસી જશે. આવી પિતૃભક્તિ, આવી નિસ્પૃહતા, અને ઉદારતા સાંભળીને, વિદ્યાધરાનાં વિમાના પણ આકાશમાં ઊભાં રહી ગયાં. અને મુક્તકંઠે ગાંગેયકુમારના ગુણગાન કરતા નાચવા લાગ્યા. છતાં પણ સ્વાર્થને ધિક્કાર છે. મહાપુરુષ ગાંગેયકુમારની ઉદારતા, અને નાવિકના લાભ, તેની પરસ્પર સરસાઈ શરૂ થઈ હતી. જેમાં કેની જિત થશે, હવે આપણે તે જોવાનુ છે. “ ઉદારતા સંતા તણી, દુર્જન લાભને લાભ, પણ ઉપમા જુદી કહી, સરિત પતિ ને આભ, 77 અર્થ : સંત મનુષ્યોની ઉદારતા સમુદ્ર જેવી હેાય છે. જ્યારે દુર્જન લેાકાના લેાભ અને લાભ આકાશ જેવડા માટા ગણાયા છે. આ સ્થાને ગાંગેયકુમારની ઉદારતાને નાવિક દુરુપયોગ કરે છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy