SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ હૃણમુનિની ભાવના અને કેવલજ્ઞાન ૧૯૭ શા કહે છે કે – पीयं थणयछीरं, सागरसलिलाओ हुज बहुयरं । संसारंमि अणते, माउण अन्नमनाणं ॥ અર્થ: અનંતાનંત સંસારમાં, એકપછી એક ભવ બદલાતાં, માતા પણ, (પ્રાયઃ મોટા ભાગે પશગતિ અને હજારો ભવ પછી કયારેક મનુષ્ય ગતિમાં) અનંતાકાલે અનંતી થઈ. તેનું દૂધ, આ રાંક છવડે પીધું, તે બધું એકઠું થાય તે, લવણ સમુદ્રના પાણી કરતાં પણ અનેક ગણું થઈ જાય. માતાના દૂધ થકી પણ અશન-પાણી તો અનેક ગણું વધી જાય તેટલાં ખવાયાં પીવામાં પણ જીવમાં સુધા ગઈ નથી. તૃપ્તિ આવી નથી. કેઈ કવિરાજ ફરમાવે છે કે – “ભવભવ ભમતાં જીવડે કીધાં અશન ને પાના તે સવિ એકઠાં થાય તે પ્રકટે ગિરિવરમાન.” પ્રશ્નઃ આટલું બધું ખવાયું અને પિવાયું તો પણ જીવને સંતોષ કેમ આવતો નથી ? ઉત્તર : માત્ર ચાલુ જન્મમાં, દરરોજ પાંચ રોટલી ખાનારને પણ, એક વર્ષે ૧૮૦૦ અને પચ્ચાસ વર્ષે, નેવું હજાર ખવાઈ ગઈ છતાં, ભૂખને અંત આવ્યો નથી. જ્ઞાનામૃતનું ભેજન થવાથી ક્ષુધા નાશ પામશે. મહામુનિરાજ ઢંઢણત્રષિ વિચાર કરે છે કે, હે ચેતન ! ખાવાની લાલસા છોડ. ખાવાપીવામાં જ પાપ થયાં-પાપ કર્યા–બીજાઓને દુઃખ આપ્યાં, બીજાઓને મારી નાખ્યા. મગરના ભવોમાં, મોટા મછના ભેમાં, અજગરના ભવોમાં, સર્પોના ભમાં, અષ્ટાપદના ભવોમાં, સિંહોના ભમાં, દીપડા, વાઘ, ચિતરા, બીલાડા, નાવર, ગીધ, સમડી, કાગડા, બાજ, શકરા, ઘુવડ, કાબર, ગીલી, કાકી, ચંદનઘો પાટલા જેવા પશુભમાં આપણા અજ્ઞાની અધમ આત્માએ આખી જિંદગી, આખો સંસાર બીજા નબળા જેને મારી નાખીને જ, માંસને આહાર અને લેહીનાં પાન કર્યો છે. હવે ભગવાન વીતરાગદેવ મળ્યા છે. જીવ, અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા મેક્ષનું સ્વરૂપ સમજાવ્યું છે. હવે જાગતો થા ! ખાવાની લાલસા છોડ ! અને ભાવ વધારનારાં કર્મના બંધનેને નાશ કરી નાખ. આવી ભાવના ભાવતા, આહાર પરઠવવાના સ્થાને પહોંચ્યા, આહાર પહઠવતાં, ચૂરતાં ચૂરતાં, ઘાતિયાં ચારે કર્મના ચૂરા થઈ ગયા. અને કેવલજ્ઞાન કેવલદર્શન પ્રકટ થયાં. પ્રશ્ન : દ્વારિકા જેવી ધનપૂર્ણ નગરી, મહાદાનેશ્વરી લાખે મનુષ્યને વસવાટ, વળી સામાન્ય નહીં પણ તીર્થંકર પરમાત્માના શિષ્ય, ત્રણ ખંડના રાજાધિરાજના પુત્ર,
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy