SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ જિનેશ્વર દેવની આજ્ઞા યાને સાચી માણસાઈ અને સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપગુણેના દરિયા છતાં છ માસ ગોચરી ન મળી આ વાત કેમ માની શકાય ? ઉત્તર : જિનેશ્વર દેવોના મુનિરાજેમાં (હાલના અમારા જેવાઓની માફક) આહાર ગૃદ્ધિ હાય જ નહીં, બેતાલીસ દેષ રહિત જ આહાર પણ મળે, તજ લેવાના હોય, મધ્યાહ્ન પછી જ વહોરવા નીકળવાનું હોય, નિસ્પૃહતા અને ત્યાગને આગેવાન બનાવીને, વિરવૃત્તિથી વહેરવાનું હોય. તેમાં વળી ગયા જન્મના અંતરાયને-ઉદય આ હોયતો અભિગ્રહધારી મુનિને, ગોચરી ન મળે તેમાં આશ્ચર્ય નથી. પ્રશ્ન: ઢંઢણમુનિને ગયા જન્મમાં અંતરાય કેવી રીતે બંધાયે હતા ? ઉત્તરઃ ગયા કઈ ભવમાં ઢંઢણમુનિને આત્મા, કઈ ગામને મુખી હતો. પિતાના સ્વામી રાજાની જમીન ખેડાવતા હતા. એકવાર સખત તાપમાં, રાજાની જમીન ખેડવા, પાંચ સે હળ ભેગા કરેલાં હતાં. મધ્યાહ્ન થતાં, એકહજાર બળદ અને પાંચસો ખેડૂતોને છોડવાના હતા. પરંતુ અધિકારના, સત્તાના ગર્વમાં, પાસેજ રહેલા પોતાનાં ક્ષેત્રમાં, બધાં હળ પાસે, એક ચાસ લેવડાવ્યા. આ બધાને, ઘાસ પાણી, અન્નપાણીને છેડે વખત અંતરાય કરવાથી, મહાઅંતરાય બંધાણે, ઘણે ભગવાઈ ગયા છતાં, અવશેષ ઢંઢણમુનિભવમાં ઉદય આવ્યો હતો. અહીં ઢઢણમહામુનિરાજને, છમહીને આહાર મળે, છતાં ભગવાનના વચને સ્વલબ્ધિને નથી એમ જાણવા મળતાં, જરાપણ દીનતા લાવ્યા વગર, આત્માને મેરૂ પર્વત જેવો ધીર બનાવી, ભગવાન શ્રી નેમિનાથ સ્વામીની આજ્ઞા પાળવા, આહાર પરઠવી દીધો. અને ભાવનારુઢ થઈ ઘાતિકર્મને ક્ષય કરી કેવલ જ્ઞાન પામ્યા. ઇતિશ્રી જિનાજ્ઞા પાલવામાં અડેલ ઢંઢણ મુનિ કથા સંપૂર્ણ. હવે જિનાજ્ઞા પાલન કરવામાં સંપૂર્ણ સાવધાન વયરકુમાર મહામુનિની કથા લખાય છે. આ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં માલવદેશમાં તુંબનામના ગામમાં ઘણા જ ધનસંપન્ન ઘનગિરિ નામા વ્યવહારી વસે છે. તેમને રતિ સમાન રૂપાળી અને શીલાદિ ગુણગણધારિણી સુનંદા નામની પત્ની હતી, ધનગિરિ અને સુનંદાદેવી, બંને ધનવાન અને ખાનદાન કુટુંબમાં જન્મેલા આત્માઓ હતા. મહાપુરૂષ ધનગિરિજી, અનેકવાર જૈનાચાર્યોના સંપર્કમાં આવેલા હોવાથી અને સતત વીતરાગવાણી સાંભળવાથી, બાલ્યવયથી જ વૈરાગી હતા. સંસારમાં ન પડવા તેઓ સાવધાન હતા, છતાં એકવાર કુમારી સુનંદાએ ધનગિરિને જોયા, અને મનમાં સંકલ્પ કરેલો કે, પરણવું તે ધનગિરિ સાથેજ. તેથી ધનગિરિજીની ઈચ્છા ન હોવા છતાં, પરસ્પરના માતાપિતાના અત્યાગ્રહે, ધનગિરિ-સુનંદાને દાંપત્ય-સંબંધ બંધાયો. લગ્ન
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy