________________
૧૯૬
જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ મુનિશ્રી સર્વજ્ઞ પ્રભુશ્રી નેમિનાથ સ્વામીનાં વચને સાંભળી, ખેદ પામ્યા નહીં, દીન થયા નહીં, નિર્માલ્યતા આવી નહીં, પરંતુ વિચારવા લાગ્યા કે મારા અંતરાયના જોરદાર ઉદયથી, મારો અભિગ્રહ પૂરે થયેલ નથી. અને હવે જે હું આ આહાર વાપરું તે, ચોક્કસ મારે અભિગ્રહ ભગ્ન થયે ગણાય. છમાસ સુધી સાચવેલ અભિગ્રહ નાશ પામે છે, આવા ઘોર તપથી થએલી કર્મનિર્ભર કરતાં પણ, કર્મબંધ વધારે થઈ જાય.
માટે મારે પ્રભુજીની આજ્ઞા મેળવી, આહારને શુદ્ધસ્થડિલભૂમિમાં પડવા જ હિતકર ગણાય. આવા ઉત્તમ વિચારે પામી, પ્રભુજીની આજ્ઞા મેળવી, મહામુનિરાજઢંઢણ, આહાર પરઠવવા ચાલ્યા. રસ્તામાં ઘણો સાત્વિક ભાવ પ્રકટ થયો, અને પિતાના આત્માને સમજાવવા લાગ્યા.
હે આત્મન ! જરા પણ નિર્માલ્ય બનીશ નહી. આત્મા તું પિતે નિત્ય છે. અનંતકાળથી શરીરના સંયોગો પામી, દુઃખો ભગવ્યાં, છતાં નિર્માલ્યદશાથી કર્મ નાશ પામ્યાં નહીં, પરંતુ ઘણું બંધાયાં. અને નવીન શરીરે મળતાં ગયાં. પાપની પરંપરાના કારણે, ભવોની પરંપરા ચાલુ રહેવાથી, દુઃખોની પણ પરંપરા નાશ પામી નહીં.
અનંતાકાળ પહેલાને સંસારી જીવ તું હતું તેને તેજ અત્યારે પણ તું જ છે.
શરીરે અનંતાં થયાં. તે બધાં થતાં ગયાં, અને નાશ પામતાં ગયાં, તે પિતાની અજ્ઞાનતાના દબાણથી, શરીરને જ હું પોતે છું એમ જ માનીને, શરીરના સુખદુઃખની પણ માલિકી પિતે જ સંભાળી લીધી. કહ્યું છે કે –
“શરીરની સગવડમાં ચેતન? કાળ અનંતરે !
આતમ સમજણ ક્યાંય ન આવી, દેહને આપ મનેતો રે.” પ્રત્યેક ભવમાં શરીર સારું, તારું હિત ન કીધું રે તેજ શરીરે તુજને ચેતન ! દુઃખ અનંતું દીધું રે.” તું જાણે છે શરીર મારું, પણ છે તે તુજ વયરી રે ! પાપ કરાવી ચારગતિમાં, રાખે તુજને ઘેરી રે.”
શરીરમાં તું પોતે, સૂર્યના જેવા પ્રકાશવાળ, હાજર હોવા છતાં, અજ્ઞાન અંધકારના જોરથી, સમુદ્રો અને નદીઓ જેટલાં પાણી પીધાં, અને મેરૂ જેવડા હજારે ઢગ ખડકાય, તેટલા ખેરાક લીધા. તેપણ તને હજીક તૃપ્તિ મળી નથી, સુધાને નાશ થયો નથી અને ખાન-પાન મેળવવાની પામર ભાવનામાં, અનંત શક્તિને ધણું પણ ચેતન તું? સર્વકાળ સાવ રાંક જેવો જ દેખાય છે.