SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ જિનેશ્વરદેવની આજ્ઞા યાને સાચી માણસાઈ રાખતા નથી. રાજાઓ કે શ્રીમંતના ઘેર, જમતા નથી. જમવાનું લેવા જતા નથી. પાઈ પૈસાને અડકતા નથી. પાદથી જ મુસાફરી કરે છે. બારીકાઈથી જોનારને જરૂર દેખાય છે કે સાચા ફકીર, જૈન સાધુઓ જ છે. એક વાર સમ્રાટ અકબરે ભાનુચંદ્રને પૂછયું હતું ? (આ વખતે હજીક ભાનુચંદ્રને ઉપાધ્યાય પદવી મળેલી ન હતી) મહારાજ ? સૂરિભગવંતે આપને કેઈ પદવી આપી છે? | મુનિભાનચંદ્રને ઉત્તર : આચાર્ય ભગવાનની સેવામાં બે હજાર જેટલા મહામુનિરાજે વિદ્યમાન છે. તેમાંના ઘણા મુનિપ્રવરને કોઈપણ જાતની પદવી આપી નથી. તે બધામાં મારે નંબર ઘણો મોડો આવે છે. એટલે મારામાં હજીક પદવીની લાયકાત નથી. ભાનુચંદ્રનાં આવાં ગર્વરહિત કમળ વાકયે સાંભળી, જેમની વિદ્વત્તા, ત્યાગ અને પ્રભાવથી પ્રભાવિત બનેલા બાદશાહ, વિનંતિપત્ર લખી ભાનુચંદ્રને ઉપાધ્યાયપદવી આપવા આચાર્ય મહારાજ પાસે ખેપિયે મોકલ્ય. બાદશાહના પત્રથી બાદશાહના માનની ખાતર ભાનુચંદ્રને ઔપચારિક ઉપાધ્યાય પદવી મોકલાવી હતી અને ભેગા થયા બાદ, યોગોવહન કરાવી વિધિથી ઉપાધ્યાય બનાવ્યા હતા. આવા હતા વિજયહીરસૂરિમહારાજના સાધુઓ. આટલી મોટી વિદ્વત્તા, આવું મોટું રાજાનું સન્માન, આ માટે ત્યાગ-તોપણ પદવીને મેહ હતો જ નહીં. પ્રશ્નઃ આ વિષય ઘણો લાંબો થઈ ગયો હોય એમ નથી લાગતું? ઉત્તર : આ વિષય જિનેશ્વરદેવની આજ્ઞાને છે. શ્રીજિનેશ્વરદેવ ધર્મના ચક્રવતી રાજા છે. “ધમત્તાંતરદૃાળ” અર્થ: ત્રણ બાજુ લવણ સમુદ્ર છે, અને એક બાજુ હીમવંત પર્વત છે. ત્યાં સુધીના ધર્મના શ્રેષ્ઠ ચક્રવર્તી રાજવી જિનેશ્વદેવને સમજવા અને જિનેશ્વરદે મોક્ષ પધાર્યા પછી ગણધરેદેવ, યુગ પ્રધાને કેવલી હોય, મન:પર્યવજ્ઞાની હોય, અવધિજ્ઞાની હોય, ચૌદ વગેરે પૂર્વના અભ્યાસી હોય, છેવટ અગ્યાર અંગ વગેરે પિસ્તાલીસ આગમના જ્ઞાતા હોય તેવા જ આચાર્યપદની મહત્તા વધારે છે. તેથી આચાર્ય પદને બરાબર સમજવાની જરૂર હતી, તેથી જ આપણે આચાર્યપદને સમજાવવા આટલો વિસ્તાર જરૂરી હતો. માટે લખે પડે છે. આચાર્ય એટલે જૈન સંઘના રાજા ગણાય છે. જૈનશાસનના સુકાની ગણાયા છે. તેમાં થેડી પણ નબળાઈન ચલાવી લેવાય. જેમ રાજા નબળો હોય તે, પ્રજામાં અનાચારે, ચેરીઓ, અપ્રમાણિકતા, ખૂન, મારામારી, લાંચ, આત્મઘાતના ગુનાઓ મર્યાદા વટાવે છે. વધી પડે છે.
SR No.023268
Book TitleJineshwar Devni Aagna Yane Sachi Mansai
Original Sutra AuthorN/A
AuthorCharanvijay
PublisherChimanlal Nathalal Gandhi
Publication Year1967
Total Pages670
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy