________________
મેં વાંચ્યું તમે પણ વાંચો આપી રહ્યા છે. આજે ટ્યુશન કે બહાર ફરવા જતી ૧૫ થી ૨૦ વર્ષની કન્યાઓનો જો સર્વે કરવામાં આવે, તો તેમાં ભારતીય પોશાકવાળી કન્યાઓની સંખ્યા કદાચ ૧ થી ૨ % હશે, અને વધુ દુઃખદ બાબત તો એ છે કે, તેવી કન્યાઓને સંકુચિત માનસવાળી ગણીને હાંસીપાત્ર ઠરાવાય છે. તેમના માતા -પિતાને જૂના જમાનાના ગણવામાં આવે છે. પાશ્ચાત્ય પોશાક પણ જો અમુક મર્યાદા જળવાતી હોય, તો હજી સંતવ્ય ગણાય. આજકાલ તો મિની સ્કર્ટ, માઈક્રો મિની સ્કર્ટ, સ્લીવલેસ ટોપ, બેકલેસ ટોપલો વેસ્ટ જિન્સ,હાઇ લો વેસ્ટ જિન્સ, સ્કીન ટાઇટ આઉટ ફીટ, લો નેકડ્રેસીસનો જમાનો છે. આટલું યે હજી ઓછું હોય, તેમ આંતરવસ્ત્રો પણ સારી રીતે દેખાય એવા હોય છે. આવો પહેરવેશ જોઈને કોઈપણ વિજાતીય વ્યક્તિ નું મન ચલિત થાય જ. તેમજ રોડ સાઇડ રોમિયો તો આ પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવ્યા વિના નજ રહે. તદન સહજ ગણાય એવી આ વાત આજકાલના કહેવાતા મોર્ડન માતાપિતાના અને શિક્ષકોના ધ્યાનમાં કેમ નથી આવતી, એ જ સમજાતું નથી. પોશાક તો આપણી આબરૂ અને વ્યક્તિત્વને સાચવવા માટે સહાયક સાધન તરીકે ઢાલ બને તેવો હોવો જોઇએ, નહીં કે આપણા શરીરની હરાજી કરીને સદાચારની હત્યા કરવા માટેનું હથિયાર બને એવો! ૨. આજકાલના યુવાનો - યુવતીઓમાં વિશેષતઃ ટીન એજર્સમાં સૌથી આકર્ષક વસ્તુ ગણાય છે સેલફોન- મોબાઇલ ફોન!જે તેમની અધોગતિનું કારણ બની રહ્યું છે. આજકાલ આઠમા-નવમા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ પોતાની પાસે મોબાઇલ રાખતા થઈ ગયા છે. આ મોબાઇલનો ઉપયોગ મિત્રો સાથે વાતોના ગપાટા મારવામાં અને બીજો અતિ મહત્વનો ઉપયોગ S.M.S. કરવા અને મેળવવામાં થાય છે. વળી આજકાલના લેટેસ્ટ મોબાઇલમાં તો બ્લ્યુથ, ઇન્ફારેડ વગેરે સગવડોને કારણે મલ્ટી મિડિયા મેસેજ ડાઉનલોડ કરવાનો ક્રેજ છે.વળી,ચિત્ર-વિચિત્રબિભત્સ વાર્તાલાપો તેમજ ફિલ્મીવલ્ગર ગીતો ડાઉનલોડ થાય છે. જેને કારણે આજની યુવા પેઢીનુંમાનસવિકૃત બની ગયું છે.ગણવો હોય તો મોબાઇલનો એકજ ફાયદોહજી ગણાવી શકે કે તમે કોઈ પણ
|| 3
||