SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો સ્ત્રી અને સદાચારની સુરક્ષા કાજે સાબદા બનીએ. -નિમિષ કાપડિયા સ્ત્રી સલામતી સામે જોખમ સુરત ગેંગરેપ, પાટણ ગેંગરેપ, રાજકોટ ગેંગરેપ વગેરે ઘટનાઓ જોતા એમ લાગ્યા વિના નહિ જ રહે કે, સાંપ્રત સમયનો આ સળગતો પ્રશ્ન છે. આજે જ્યાં જુઓ ત્યાં સ્ત્રીઓ, મહિલાઓ, બાળકીઓના શોષણ અને સામાજીક અસલામતીની વાતો ચાલી રહી છે. આ સમસ્યાનો કંઇક ઉકેલ લાવવો અનિવાર્ય છે. આજથી દસ વર્ષ પહેલાં આપણે આપણી દિકરીઓને ઘરની બહાર મોકલતાં કોઈ ડર અનુભવતા નહતા. તેમને શાળાએ,ટ્યુશન પર તેમજ ઘરના નાના મોટા કામો માટે હિંમતથી એકલા મોકલી શકતા, આજે એ પરિસ્થિતિ છે કે તેમને થોડા સમય માટે પણ આપણી આંખથી ઓઝલ થવા દેતા ડર અને શંકા અનુભવીએ છીએ. આવું શી રીતે થયું? સમાજમાં એવું તો શું થયું છે કે, જેથી આપણે આજે આવી અસલામતી અનુભવીએ છીએ. અસામાજિક તત્ત્વો તો સમાજમાં સદાકાળથી ઓછાવત્તા પ્રમાણમાં ચાલ્યા જ આવે છે, પરંતુ આ અસામાજિક તત્ત્વોનું આજે વર્ચસ્વ વધ્યું છે. આપણી કેટલીક કહેવાતી મોર્ડન લાઇફ સ્ટાઇલથી જ તેને પીઠબળ મળે છે. માટે આવી પરિસ્થિતિ સરજાઈ જવા પામી છે. ૧. આજથી દસ કે પંદર વર્ષ પહેલાની જ વાત લઈએ, તો ત્યારે પણ સ્ત્રીઓ સ્વતંત્ર, મોર્ડન વિચારસરણી ધરાવતી તેમજ સમાજના દરેક ક્ષેત્રમાં આગળ આવતી હતી. પરંતુ તેને તેની મર્યાદાનું ઠીકઠીક ભાન હતું. સૌ પ્રથમ નજરે ચડે છે આજનો પહેરવેશ ! આજે આપણી દીકરીઓ પાશ્ચાત્ય પોશાકનું આંધળું અનુકરણ કરીને પોતાની જાતે જ પોતાની અસલામતી વહોરી રહી છે અને તેમાં તેમના માતા-પિતા જાણે કે અજાણ્યે પૂરેપૂરો સાથ || ૩૦ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy