________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
અથવા આવું કાળું કામ કરનારાઓનું જ ખૂન કરી બેસે.
ઝેરી ક્ષારવાળી પદ્ધતિ :
એક લાંબો સોયો ગર્ભાશયમાં ભોંકવામાં આવે છે.તેમાં પીચકારી વડે ભારે ક્ષારનું દ્રાવણ છોડવામાં આવે છે. ચારે તરફના દ્રાવણથી ઘેરાયેલું બાળક થોડો ક્ષાર ગળી જાય છે. જોતજોતામાં બાળકને ગર્ભાશયમાં હેડકી ઉપડે છે. ઝેર ખાધું હોય એવા માણસની જેમ તે ગર્ભાશયમાં આળવા – ખેંચવા લાગે છે. ક્ષારની દાહક અસરથી તેની ચામડી કાળી પડી જાય છે. અંતે ગુંગળાઈને બાળક ગર્ભમાં મરી જાય છે. પછી તેને બહાર કાઢી લેવામાં આવે છે. ઘણીવાર ઉતાવળમાં કાઢવામાં આવે તો બાળક થોડું જીવતું હોય છે. એ વખતે તેની ચામડી વાદળી હોય છે. બહાર તે થોડી જ વારમાં મૃત્યુ પામે છે. આવા ગર્ભપાતમાં જો બાળક જોડિયું હોય તો એક મરેલું અવતરે ને બીજું જીવતું આવે, પરંતુ તેને પણ ટુંક સમયમાં જ અન્ય ઘાતકી રીતો વડે મરણને શરણ કરવામાં આવે છે.
નિકાલની આગવી રીતો
એક ઓપરેશનમાં ૭ માસનું બાળક જીવતું નીકળ્યું પોતાને આ દુનિયામાં જીવવાનો અધિકાર છે, એમ વ્યકત કરવા માટે તે જોરશોરથી રડવા લાગ્યું. ડોક્ટરે તેને મહેતરને આપી દેવા માટે આયાને આપ્યું. જીવતા બાળકને દાટી દેવા માટે મહેતર અસ્વીકાર કર્યો. આયા અને મહેતર વચ્ચે ઝગડો થયો. અંતે આયાએ બાળકને ભોંયતળિયે પછાડ્યું, થોડીવાર તરફડીને તે મૃત્યુ પામ્યું. તે પછી જ મહેતરે તેના માસુમ શબનો સ્વીકાર કર્યો. આયા (મોટીવેટર)ને દસ રૂપિયા મળ્યા. ડોકટર તથા તેના મદદનીશને પાંચ રૂપિયા મળ્યા, નર્સને એક રૂપિયો મળ્યો અને પોતાના જ બાળકની હત્યારી માતાને પૂરા એક સો રૂપિયા મળ્યા. ૧૯૭૨થી ભારત સરકાર એક ગર્ભપાત પાછળ
|| ૨૧૭ ||