SearchBrowseAboutContactDonate
Page Preview
Page 331
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો વંદનકરાઈ ગયું. નારીનું આવું સ્વમાનમને જ્વલ્લેજ જોવા મળ્યું છે. સામાન્ય રીતે આંસુ, નિશ્વાસ, લાચારી, ભરણ - પોષણની માગણી એવું બધું જ આ દુનિયામાં મેં જોયું છે. પણ નારીત્વનું આવું તેજ ભાગ્યે જ નજરે ચડે છે. આ નારી છૂટાછેડા લઈ શકતી નહોતી ?શું આ નારી પુર્નલગ્ન કરી શકતી નહોતી?નારી સ્વમાનને અને શીલને સાચવે ત્યારે જ તે મહાન ગણાય છે. આ તે દવાખાના કે કતલખાનાં ? : ભારતના આરોગ્ય મંત્રીશ્રીએ થોડા મહિના પહેલા લોકસભામાં સગર્વ જાહેરાત કરી હતી કે વર્ષ ૧૯૭૮-૭૯દરમિયાન સરકારના ચોપડે બે લાખ તેર હજાર ગર્ભપાતના કેસ નોંધાયા હતા. (લગભગ વીસ વર્ષ પહેલાના ગાળાની વાત આજે કયાં પહોંચી હશે વાચકો કલ્પી લે.) તેમણે એ વાતે ખુશી વ્યકત કરી કે હવે ભારતમાં ગર્ભપાત લોકપ્રિયબનતો જાય છે. ધીમે ધીમે આ સામાજિક કલંક પ્રત્યે લોકોની સુગ ઓછી થતી જાય છે. આ ભૂણ હત્યામાં તામલિનાડુ અને મહારાષ્ટ્ર આખા દેશમાં મોખરે છે. તે બદલ મંત્રીશ્રીએ તેમને અભિનંદન આપ્યા હતાં. અને બીજા રાજ્યોને આ બે પ્રગતિશીલ ચરણ ચિન્હો પર ચાલવા સલાહ આપી હતી. સંભવ છે. તામિલનાડુ અને મહારાષ્ટ્રના આરોગ્ય મંત્રીઓની છાતી ગજગજ ફુલી હશે અને તેમણે પોતાના ખુની વિભાગના કસાઈઓને માન-ચાંદ કે ઈનામ અકરામોથી નવાજ્યા પણ હશે. લોકસભાના તમામ માનનીય સભ્યોએ પણ આ આંકડા ઠંડા કલેજે સાંભળી લીધા હશે અને પછી પ્રજાના ખર્ચે કેન્ટીનમાં જઈ ચા – નાસ્તા કર્યા હશે. પરંતુ તમે જો આ લેખ જમ્યા પહેલાં વાંચશો તો ભોજન નહિ ભાવે અને રાત્રે વાંચવા બેઠા હશો તો જલ્દી ઉંઘ નહિ આવે. ગર્ભપાતની કેટલીક વૈજ્ઞાનિક ડોકટરી પદ્ધતિઓ જે આજે ભારતમાં પ્રચલિત છે તે જોઈ લઈએ : | ૩૧૪ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy