________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
“અને ચાર દિવસ પછી મારા મોસાળ સાસરાના ગામથી નાળિયેર આવ્યું. એટલે બધી પરિસ્થિતિ હું કળી ગઈ. એ ઘરમાં ઊભા રહેવું મારે માટે હવે ઝેર સમાન થઈ પડયું. તે આખી રાત મેં જાગતા વિતાવી. મનમાં વળી વળીને વિચારો ઊમટવા લાગ્યા : “આ ઓરડા પર હવે મારો શો અધિકાર ?
આ અટારીમાં હવે મારાથી ઊભા રહેવાય નહિ. એમની સામે અધિકાર દાવે હું એક શબ્દ બોલી શકું નહિ.....તો પછી આવું હિણપતભર્યું જીવન મારે શા માટે સ્વીકારવું ? મારા હાથપગ ભાંગી ગયા છે ? રોટલાના બે ટુકડા માટે આવું સ્વમાનહીન જીવન મારે પસંદ કરવું ?’’
મારું અંતર બળવો પોકારી ઉઠયું : “ના, ના, મારાથી એ કદિ નહિ બની શકે. મારી જાતને હું એવું હીણ સ્થાન કદી નહિ આપી શકું. હું મારે પિયર ચાલી જઈશ. પિયરમાં માતા – પિતા નથી, પણ ઘરનું ખાલી ખોખું છે. એ ખોખામાં રહીને ભૂખ્યું – તરસે જીવવું પડશે તો એ રીતે પણ હું સ્વમાનભેર જીવીશ.”
“એ રાત્રેજ મેં નિર્ણય કરી દીધો ને સવારે ઘરમાં સૌને જણાવી દીધો. કોઈએ એ સામે વાંધો ન લીધો. પતિદેવે કોઈ માણસ મૂકવા આવે એટલી ગોઠવણ કરવા પૂરતી સહાનુભૂતિ દર્શાવી. હું એ સૂચન સામે અબોલ જ રહી. મારું અંતર ઝંઝાવાત અનુભવી રહ્યું હતું. મને કાંઈ બોલવું, કાંઈ વિચારવું સૂઝતું નહોતું, યંત્રવત જે થયું તે મેં જોયા કર્યું ને હું અહી ચાલી આવી.
“ત્યાર પછી એમને મને પૈસા મોકલવાનો વિચાર આવ્યો હશેઅગર તો કોઈએ સૂચવ્યો હશે. પણ એ પૈસાને મારે શું કરવા છે ? જે પૈસાની કિંમત મારા પતિને મન મારા શરીર, મન, પ્રાણ ને પ્રેમ કરતાં વધુ હોય એ પૈસાનો હું કઈ રીતે સ્વીકાર કરી શકું ? એ કરતાં તો મારે ભૂખે મરવું પડે, ભીખ માંગવી પડે કે પારકાં કામ કરવા પડે એ હું બહેતર ગણીશ.”
એટલું બોલી સૂરજબહેન નીચું જોઈ સંચો ચલાવવા લાગી ગયાં. શૌર્યને સ્વમાનથી એમનો ચહેરો તપીને લાલ થઈ ગયો હતો. મારાથી મનોમન એમને
|| ૨૧૨ ||