________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ચાલે તો દુનિયાને ઢોલ વગાડીને કહી દઉં કે, માતા-પિતાઓ! તમારા બાળકની આવીવલે થવાનદેશો !એને પ્રેમની સાથે શિક્ષા પણ આપજો !એને મોબાઈલની સાથે તમારી થોડીક હુંફ પણ આપજો ! જન્મ આપીને તમારા બાળકોને ભાગ્ય ભરોસે છોડશો નહિં ! નાસ્તિક શિક્ષકો અને માત્ર જમાનાવાદી પ્રોફેસરોના હવાલે કરશો નહિ!ઘરમાં ભણતરની સાથે થોડુંક ગણતર પણ આપજો. મોટા સંત કે સજ્જન થવા જન્મેલા બાળકને તેને યોગ્ય વાતાવરણ પૂરું પાડવા કૃપા કરજો!
મને ખબર છે, આપ મારા વિયોગમાં રડી રહ્યા હશો. હું પણ રડી રહ્યો છું.થાય છે કે આપને વધારે દુઃખી કરવાને બદલે મારું જીવન જ ટુંકાવી દઉં, તો કમસેકમથોડીક ઈજ્જત બચી જશે. તેમજ આપને મને જોઈને દુઃખી ન થવું પડે અને મારે હવે વધારે પાપ કરી દુષ્ટ ન થવું પડે. બાળકની ભૂલોને માફ કરશો. હવે આપને ક્યારેય નહિ મળી શકું. કયારેય હવે ફરિયાદ નહિ કરું, કયારેય નહિ..
તમારો લાડલો પુત્ર (જેલનિવાસી)
જૈનોની સંખ્યાનું વર્ણનખારવેલના સમયમાં ૪૦ ક્રોડ, કુમારપાલના સમયમાં ૧૨ ક્રોડ, અકબરના સમયમાં ૧ ક્રોડ, ૧૮૮૧માં ૧૫ લાખ, ૧૯૨૧માં ૧૧,૭૮,૧૯૬ની સંખ્યા હતી. અને હિન્દુસ્થાનની જન સંખ્યા ૧૮૮૧માં ૨૫ ક્રોડ અને ૧૯૨૧માં ૩૨ ક્રોડ. આમાં જૈનોની સંખ્યા ઘટી જ છે.
| ૧૬૪ ||