________________
મેં વાંચ્યું તમે પણ વાંચો ભયભીત નજરે જોઈ રહ્યો છું.
મને અત્યંત અફસોસ થાય છે. વીતી ચૂકેલા ભૂતકાળ ઉપર સખત નફરત થાય છે. સાથે તમને આવી કઠોર ભાષામાં અવિનીત બની ઠપકારવાનુ મન થાય છે. માફ કરજો પૂજ્યો ! કાશ ! ઊગતા જ છોડને સાચી દિશામાં વાળીને વધવા દીધો હોત તો કદાચ છોડ વૃક્ષ બની ગયો હોત. સજ્જનોના પરિચય કરાવ્યા હોત તો ગુંડાઓના ટોળામાં ભળી જવાનો વારો ન આવ્યો હોત, પરંતુ આપ પણ શું કરી શકવાના ? આપને તમારા આ બાળકને પૂછવાનો કે વાત્સલ્ય આપવાનો પ્રેમથી બેવાતો કરવાનોટાઈમ જ કયાં હતો? ટી.વી. માં સેક્સી અને હોરર ફિલ્મો જોતાં મને આપે ક્યારેય વાર્યો નથી. ટી.વીમાં ઢીશ્યમ જોઈ ઘરમાં તોફાન કરી કાચનો સૌથી મોંઘો ફ્લાવરવાઝા તોડી નાંખેલો, ત્યારે પણ મારા આ તોફાનને તમે કયારેય અટકાવ્યું નહિ. એ ફ્લાવરવાઝતો આપ બીજા જ દિવસે નવો લઈ આવેલા પણ તૂટી ગયેલી મારી આ જિંદગી હવે હું ક્યાંથી પાછી લાવીશ? હોટલોના બદલે મને કયારેય આંગળી પકડી શિક્ષણ શિબિરના માંડવે લઈ ગયા હોત, તો તમારી સાત પેઢીની ખાનદાનીની અંતિમ યાત્રા મારા હાથે જ કાઢવાનો વારો ન આવ્યો હોત.
હું આપને ખૂબ જ વ્હાલો હતો ને! એટલે જ મને ફટકાવ્યો હતો. અભક્ષ્ય ભોજનો, ઉદ્ભટ વેશ પરિધાન અને છેલબટાઉ મિત્રોને તમે જ આવકાર્યા હતા ને? બોલો કેમ ચૂપ છો?મારો આપને ખુલ્લો આક્ષેપ છે. હું જે હતો તે આપના થકી નથી? તમો મને બચપણથી જ સદાચારનું પ્લેટફોર્મ આપ્યું હોત, કુલાચારોને બળજબરીથી પણ પળાવ્યા હોત, મોજ-શોખને મર્યાદાના બંધને બાંધ્યા હોત, તો આજે મારે જેલના સળિયાને કદાચ ગણવા પડતા નહોત.તમે રાગવશ અને અજ્ઞાનતાવશ મને મોર્ડન બનાવવા ગયા અને હું મારામાંથી માણસાઈ જ ખોઈ બેઠો.
- હવે પાછો હું માણસ બની શકું એવું મારી આસપાસ કોઈ વાતાવરણ રહ્યું નથી. વીતેલા સમયને આંસુઓના સિંચનથી ભીનો કરી રહ્યો છું. મારું
| ઉદ્દરૂ ||