SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો નાકનું ટેરવું ચડાવવા ટેવાયેલા લોકો પણ હવે તો કોટન્સ ઈન્ટરનેશનલ ટ્રેન્ડ બની ગયા હોવાથી ટોળેટોળામાં ખાદીભંડારોમાં ઉમટે છે. પણ છતાંય આવી વાતોમા હજી ઘણા લોકોને ઘડિયાળના કાંટા પાછા ફેરવીને દેશને અણુવિદ્યુત મથકોએ વીજળી પેદા કરવાના નામે અને રોશની પેટાવવાના નામે દુનિયાભરમાં ઠેર-ઠેર કેવા મોતનાં વાવેતર કર્યા છે તેનો વહીવંચો ઉખેળવામાં આવે તો વીજળીની રોશનીની પાછળ છુપાયેલા કાળા ડિબાંગ અંધારા નજરે પડશે. અણુ વીજળી મથકોમાં વપરાતું પ્લુટોનિયમ એટલું બધું મારક છે કે એકાદ રતલ જેટલું પ્લુટોનિયમ પણ જો વાતાવરણમા ફેલાઈ જાય તો સમગ્ર પૃથ્વી ઉપરના પ્રત્યેક માણસને ફેફસાંનું કેન્સર લાગુ પાડી શકે. વીજળી પેદા કરવાની પ્રક્રિયામાં જે અણુ-કચરો નીકળે છે તેમાં પ્લુટોનિયમ નામનો આ દૈત્ય પણ હાજરાહજૂર હોય છે. પુરાણ કથાઓમાં અમરપટો લખાવીને આવેલા દેવતાઓ અને રાક્ષસોની વાતો ઠેર ઠેર આવતી હોય છે. પ્લુટોનિયમ નામનો આ રાક્ષસ પણ અમરપટો લખાવીને આવ્યો હોય છે. અણુ વીજળી મથકો ઉભા કરીને વીજળી પેદા કરી ગામડે- ગામડે વીજળી પહોંચાડી દઈ સો ટકા ગ્રામ્ય વીજળીકરણની સિદ્ધિઓની ગુલબાંગો હાંકનારની ૫-૨૫ નહીં પણ ૨૫ હજાર પેઢીઓ સ્મશાન ભેગી થઈ ગઈ હશે તે પછી પણ પ્લુટોનિયમ સક્રિય હશે. પાંચ લાખ વર્ષ પછી પણ જમીનમાં દાટેલા ભંડકિયામાંથી આ કિરણોત્સર્ગી રજ લીક થાય તો તે કાળના જીવોનું જીવતર ઝેર બનાવી દેવાની ક્ષમતા તેનામાં પડેલી છે. ૨૮૦૦ ડિગ્રીની ગરમીને અગનજવાળાઓ ઓકતા ચેર્નોબિલના ન્યુક્લિયર પાવર પ્લાન્ટના અકસ્માતના ૩૦૦ ચોરસ માઈલના વિસ્તારમાં વસતા દોઢેક લાખ લોકોને તાબડતોબ ત્યાંથી ખસેડી લઈને તેમની જનમભોમકાથી કાયમ માટે દૂર કરી દેવા પડેલા તે આપણે ભૂલવું ન જોઈએ. કાકરાપારના અણુ વીજળી મથકમાં આવું કાંઈ બને તો નજીકમાં જ આવેલા સુરત જેવા શહેરોની હાલત શી થાય તે તો કાકરાપાર સામે જંગે ચડેલા નારાયણ દેસાઈને પૂછવું જોઈએ. (સોવિયત || 999 ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy