SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો પહોંચાડવા જુદા જુદા ક્ષેત્રમાં અનેક તરવરિયા લોકો ‘એકલો જાને રેને જીવનમંત્ર બનાવી પોતપાતાની રીતે સક્રિય અને કાર્યરત છે. ધોળકા તાલુકાના ગુંદીમાં સર્વોદય આશ્રમ ચલાવતા અંબુભાઈ શાહે જાહેર સંસ્થાઓમાં તથા મોટા જમણવારોમાં આટોદળવા માટે ઈલેક્ટ્રિક પાવરનો ઉપયોગ ન કરવો પડે તે માટે બળદથી ચાલતી તદ્ન સાદી આટોદળવાની ઘંટી બનાવડાવેલી. સક્રિય રાજકરણમાંથી નિવૃત થઈ સૌરાષ્ટ્રમાં કેશોદમાં અક્ષયધામ હોસ્પિટલ ચલાવતા રતુભાઈ અદાણીએ આવી ઘંટીની માંગણી કરતા અંબુભાઈએ પોતાના ગામડિયા સુથારને મોકલી કેશોદમાં આવી ઘંટી ફીટ કરાવી આપી છે. હેલ્થ ક્લબકેજિગ્નેશિયમવાળા કમરની તંદુરસ્તી જાળવવા માટે હાથેથી ઘંટી ચલાવી અનાજ દળવાની ફેશન શરૂ ન કરે ત્યાં સુધી મુંબઈની શ્રીમંતાણીઓ આગળ ઘંટી જાતે તો નહીંપણ નોકર પાસે પણ ચલાવડાવી ગરીબોની રોજીમાં વધારો કરવાની વાત કરવાનો કોઈ અર્થ નથી, પરંતુ આવી બહેનો પણ ધારે તો બળદઘાણીનું તેલ વાપરી વીજળી બચાવવાની સાથે ગામડાના કોક ગરીબ ઘાંચીને રોટીની શોધમાં ધારાવીની ઝૂંપડપટ્ટીમાં અને બળદને દેવનારના કતલખાનામાં ધકેલતા જરૂર અટકાવી શકે. ગાંધીજીના ઘરડા અંતેવાસીઓ પણ બળદઘાણીમાંથી શ્રદ્ધા ગુમાવી બેસીઘાણીના તેલના સંદિગ્ધ નામ નીચે પાવર ઘાણીનું તેલ વેચતા થઈ ગયા છે, તે જમાનામાં પેરા હાઉસના વર્ધમાન સંસ્કૃતિ ધામના યુવાનોએ મુંબઈના સેંકડો પરિવારોને બળદઘાણીનું તેલ પૂરું પાડી તલનું તેલ વાપરતા કરી દીધા છે. જેટલા અંશે તમે કારખાનાની વસ્તુ વાપરતા અટકીને માનવ ઊર્જા કે પશુ ઊર્જાના ઉપયોગથી બનાવાયેલી વસ્તુ વાપરો એટલા અંશે વીજળીનો વપરાશ ઘટે.આ સાદા ગણિતને અનુસરીને આ યુવાનો કારખાનામાં બનેલી ટૂથપેસ્ટથી લઈને બફિંગ પ્રોસેસમાં સતત ઉડતી ડસ્ટ વડે ફેફસાં ખલાસ કરી દઈ કારીગરોને ટી.બી.ના દરદી બનાવતા સ્ટીલના ભાણા સુધીની અનેક ચીજ-વસ્તુઓના વિકલ્પઘરગથ્થુ દંતમંજન અને પરંપરાગત કંસારાઓ દ્વારા હાથે બનાવેલા કાંસાના વાસણ પૂરાં પાડે છે. ખાદી ગ્રામોદ્યોગનું નામ પડે ત્યાં || 99૦ ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy