SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ મેં વાંચ્યું તમે પણ વાંચો પાણી તો ઘીની જેમ વાપરવું જોઈએ, બેટા! આદેશના પછાત લોકોને મોટા-મોટાબંધો બાંધીને સેકડો ગામડાંના લાખો લોકોને ડૂબાડી દેતા તથા સ્વીમિંગ પુલમાં નાહતા-નાહતા વોટર કન્ઝર્વેશનનીડાહી-ડાહી વાતો કરતા આવડતું નહોતું, તે કાળ અને તે સમયની આ વાત છે. તારંગાની તળેટીમાં આવેલું ટીબા નામનું નાનકડું ગામડું મારું મોસાળનું ગામ છે.એક જમાનામાં આ નાનકડા ગામડામાં છાપું તો શું ટપાલ પણ માંડ પહોંચતી, હજી આજે પણ જેને પોતાની સહી કરતાય માંડ આવડે છે તેવી-અક્ષરજ્ઞાન જ આ દેશની સઘળી સમસ્યાઓનો જાદુઈ ઇલાજ છે તેવું માની લિટરસી કેમ્પન પાછળ આદુ ખાઈને પડેલા મિત્રોની પરિભાષામાં નિરક્ષર મારી માનું બાળ૫ણ આ પછાત ગામડામાં વીત્યું હતું.આટલાં વર્ષોનાં અનુભવે એવા તારણ પર પહોંચ્યો છું કે કોઈ પણ વિષયનું તળપદું અને આધુનિકતાના પૂર્વગ્રહોના રંગો ચડ્યા વગરનું વાસ્તવિક જ્ઞાન મેળવવું હોય તો આપણી આજુ-બાજુના સૌથી અભણ (સ્કુલ-કૉલેજના પગથિયે પગ પણ ન મૂક્યો હોય તેવી) વ્યક્તિને શોધી કાઢી તેને પડપૂછ કરવાનું શરૂ કરવું જોઈએ,જુની-નવી જિવનશૈલીનાં બહુવિધ પાસાંઓની ફર્સ્ટ-હેન્ડ જાણકારી મેળવવા. આ બેમાંની અભણપણાની એક લાયકાત ધરાવતી મારી માને પૂછતા ઘણી વાર ક્ષુલ્લક દેખાતીપણ વર્તમાન વૈશ્વિક પરિપ્રેક્ષ્યમાં કદાચ ઘણી મહત્વની વાતો જાણવા મળતી.એકવાર મેંએને પૂછેલું કે તમે લોકો સવારના પહોરમાં ઉઠીને સૌથી પહેલાં શું કામ કરતા? ત્યારે જવાબમાં એણે મને કહેલું કે, ઉઠીને સૌથી પહેલા દેરાસર જઈ ભગવાનના દર્શન કરી પછી ઘરે આવીને પહેલા આટો તથા ચોખા પલાળીને પછી બીજા કામે લાગવાનું. બપોરે બાર વાગેખાવા જોઈતાં રોટલી-ભાત માટે સવારે છ વાગ્યે આટો ભાત પલાળવાનું રહસ્ય પહેલાં તો મને સમજાયું નહિ પણ પછી ખબર પડી કે છ વાગ્યે ચોખા | 8 ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy