SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ મેંવાંચ્યું તમે પણ વાંચો ફેલાય છે. જમીનમાં ઊતરેલું ગટરનું પાણી કૂવા વગેરેના પાણીને અને નદીઓના તથા સમુદ્રના પાણીને પણ પ્રદૂષિત કરે છે. ગટરોમાનવ-જીવન માટે ભયરૂપ છે. મલિન જળને જમીન ઉપર જ સૂકવી નાખવાની આપણી પ્રાચીન પદ્ધતિ જ ઉત્તમ અને જોખમ વગરની છે. ગંગા જેવી પવિત્ર ગણાતી મહાનદીઓનેય ગંધાતી ગટરમાં ફેરવી નાખનાર ગૃહસ્થોના સંડાસ-બાથરૂમો તેમજ કારખાનાઓના રસાયણયુક્ત ઝેરી અને ગંદા જળ છે. પીવાના પાણીને ઝેરી અને ગંદું બનાવવું, એ મોટો અપરાધ છે. જો આખો માનવસમાજ જૈન સાધુ-સાધ્વીની જેમ સંડાસબાથરૂમનો ઉપયોગ બંધ કરી દઈને સૂર્યનો તાપ, વાયુ આદિથી જમીન ઉપર જ સુકાઈ-શોષાઈ જાય એવી રીતે મળ-મૂત્રાદિકનો ત્યાગ કરવાની આપણી પ્રાચીન, નિર્દોષ-નિષ્પાપ પદ્ધતિ અપનાવે તો તો પ્રાણીજગત ભયમુક્ત, રોગમુક્ત અને સુખી બન્યા વગર રહે નહીં. પ્રાંતે આખાય લેખના સાર રૂપે કહેવાનું એટલું જ કે, સંયોગવશ ગૃહસ્થો પોતે આમ ન જ કરી શકે, તો છેવટે નિર્દોષ-નિષ્પાપ અને સ્વપર શ્રેયકર જીવન જીવનારાં એવાં સાધુ-સાધ્વીનાં મળ-મૂત્રાદિકના ત્યાગના કલ્યાણકારી આચારોનો આદર કરે, એના પ્રત્યે સૂગ ન ધરે, તોય તેઓ સંસારનાં અને છેવટે મુક્તિનાં શાશ્વત સુખ પામનાર બને! - કલ્યાણ, આસો - ૨૦૧૬. | 9 ||
SR No.023267
Book TitleMe Vanchyu Tame Pan Vancho
Original Sutra AuthorN/A
AuthorJayanandvijay
PublisherGuru Ramchandra Prakshan Samiti
Publication Year
Total Pages370
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy