________________
ત્યારે તેમને જાતે જ ઈજા થવાથી આ લોહી નીકળ્યું હતું. વિપુલ ટેકરીની ઉત્તર દિશાએ આજે પણ આ પત્થર મખદુમ કુંડની ઉપર જોવામાં આવે છે. ઉપરના સંકુલમાં એક ગુફા છે. જ્યાં એક મુસ્લિમ સંત શ્રી મુખદુમશાહ સરફુદીન લગભગ ઈ.સ. ૧૨૩૪થી વિપુલ પર્વતની તળેટીના ભાગમાં શૃંગકુંડ જે આજે મુખદુમ કુંડ તરીકે ઓળખાય છે તેની નજદીકમાં વારંવાર ધ્યાનમાં બેસવા આવતા હતા. તેઓ અહીં લગભગ બાર વર્ષ રહ્યા હતા. તેમનું અવસાન બિહાર શરીફમાં થયું હતું જ્યાં તેમની કબર છે. તેમને બાર વર્ષ સુધી અહીં તપસ્યા કરી હતી તેથી મુસ્લિમોનું પણ એ તીર્થધામ બની ગયું છે.
આમ, રાજગિરિનો ઈતિહાસ ઘણો ભવ્ય વિવિધ અને પુરાણો છે. ખાસ કરીને, ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધના જીવનના ભવ્ય પ્રસંગો સાથે વણાયેલો છે. આજે તો રાજગિરિ એક નાનું ગામ છે પણ તેનો ભૂતકાળનો ઈતિહાસ ભવ્ય અને ગૌરવગાથાથી ભરેલો છે.
હમણાં થોડા વર્ષો પહેલાં જૈન ધર્મના સ્થાનકવાસી સંપ્રદાયના મુનિ કવિ અમર મુનિજીએ અહીં વૈભારગિરિની તળેટીમાં વીરાયતન નામે એક સંસ્થા ઊભી કરી છે. સાધ્વી શ્રી ચંદનાજી તેના મુખ્ય કાર્યવાહિકા છે. આ સંસ્થામાં માનવ સેવાની ભાવનાને કેન્દ્ર સ્થાને રાખી આરોગ્ય કેન્દ્ર, કલાકેન્દ્ર, ઉદ્યોગકેન્દ્ર, શિક્ષણ કેન્દ્ર, ગૌસદન, પુસ્તકાલય વગેરે સંસ્થાઓ ચલાવે છે. તેમના સંકુલના એક મકાનમાં એક પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે. એમાં મહાપુરૂષોના અને ખાસ કરીને જૈનધર્મના તીર્થકરો અને ગણધરો વગેરેના પ્રેરણાત્મક પ્રસંગો લઈને જુદી જુદી વ્યક્તિઓએ બનાવેલ લાક્ષણિક દ્રશ્યો રજૂ કરવામાં આવ્યાં છે. સંકુલ ધણું ચોખ્ખું અને આકર્ષક છે. તેમાં સ્થાનકવાસી જૈનોને રહેવાની અને ખાવાપીવાની સગવડ પણ છે.
જૈન ધર્મીઓની દ્રષ્ટિએ આ ભૂમિ સિદ્ધક્ષેત્ર છે. જૈનોના વીસમાં તીર્થકર શ્રી મુનિ સુવ્રતસ્વામીનાં ચાર કલ્યાણકો આ ભૂમિમાં થયાં હતાં. મગધપતિ શ્રેણિક રાજા જે આવતી ચોવીસીમાં જૈનોના પ્રથમ તીર્થકર થવાના છે તે અહીં રાજા હતા. મહાવીર સ્વામીના અગિયાર ગણધર પણ
S ૧૫૦ IST