________________
હકીકતો યાદ આવે છે. આ મૂર્તિ પણ એક જ પત્થરમાંથી કંડારવામાં આવેલી છે. તે બાવન ગજ અર્થાત્ બાવન હાથ ઊંચી હોઈને તેનો બાવન ગજી તરીકે, ઉલ્લેખ કરવામાં આવે છે. આ મૂર્તિ વિશ્વમાં સૌથી ઊંચી મૂર્તિ હશે તેમ કહી શકાય. તે એક નક્કર અખંડ પત્થરમાંથી કંડારવામાં આવેલી છે. જૈનોની શિલ્પકળાનો તે એક અજોડ નમૂનો છે.
આ મૂર્તિ ક્યારે કંડારવામાં આવી અને તેને કોને કંડારી તે વિશે કશી ઐતિહાસિક માહિતી કે ઉત્કીર્ણ લેખ નથી. એક દંતકથા મુજબ તે જૈનોના વીસમા તીર્થંકર મુનિસુવ્રતનાથજીની મૂર્તિ કંડારવામાં આવી તે સમયે રામાયણના સમયના શિલ્પીઓ દ્વારા કંડારવામાં આવી હતી. કેટલાક વિદ્વાન સંશોધકોના અભિપ્રાય મુજબ તે મોહન-જો-દડોના સમયમાં કંડારવામાં આવી હતી, ત્યારે કેટલા વિદ્વાનો, એથીયે આગળના સમયમાં તે કંડારવામાં આવી હશે તેમ માને છે. તેનો સમય ગમે તે હોય પણ તે ચોક્કસ છે કે તે આઠસોથી હજાર વર્ષ પહેલાં કંડારવામાં આવી હશે, કારણ કે ૧૨મી સદીમાં થઈ ગયેલ, એક વિદ્વાનસંત્ મદન કીર્તિએ તેમના પુસ્તકમાં આ મૂર્તિનો ઉલ્લેખ કરેલો છે. વળી પર્વત પર મળતા અવશેષો અને મૂર્તિની શિલ્પ કળાના આધારે તે હજાર વર્ષ જૂની હશે તેમ માનવામાં આવે છે. આ મૂર્તિ સદીઓ સુધી વીસરાઈ ગઈ હતી. પણ ઈ.સ. ૧૯૭૯માં એક જૈનમુનિ આચાર્ય વિદ્યાનંદજીના જોવામાં આવી. તે બિસ્માર હાલતમાં હતી. તેમણે જૈન ધર્મની પ્રતિષ્ઠિત વ્યક્તિઓની એક કમિટી બનાવડાવી. મૂર્તિને અસલ હાલતમાં મૂકવા માટે સ્થપતિઓ અને કારીગરોએ દસ વર્ષ સુધી જહેમત ઉઠાવીને તેનો પુનરોદ્ધાર કર્યો. આ પુનરોધ્ધાર દ્વારા મૂર્તિને અસલ હાલતમાં લાવવાનું કામ જ સ્થાપત્ય કલાની એક અપ્રતિમ સિદ્ધિ છે એમ કહી શકાય. આ સિદ્ધિ માટે એક ભવ્ય ઉત્સવ યોજીને મૂર્તિનો મહામસ્તકાભિષેક કરવામાં આવ્યો હતો. આ વિશાળ મૂર્તિ નગ્ન છે અને તેને કંડારવામાં સપ્રમાણતા જાળવવામાં આવી છે. તે કાયોત્સર્ગ સ્થિતિમાં કંડારવામાં આવી છે.
૧૧૭