________________
વિઘગિરિની બે ટેકરીઓ આવેલી છે. આ બે ટેકરીઓ વચ્ચે એક સુંદર સ્વચ્છ તળાવ હતું. જે બેલગોલા અથવા સફેદ તળાવ (ધવલ સરોવર). તરીકે જાણીતું હતું. જૈન સાધુઓ અર્થાત્ શ્રમણો અહિં આવીને રહેતા તેથી તેનું નામ શ્રમણ બેલગોલા પડ્યું. સમય જતાં શ્રમણ શબ્દનો અપભ્રંશ શ્રવણ થયો અને તે સ્થળ શ્રવણ બેલગોલા તરીકે ઓળખાવા લાગ્યું. બેલગોલાનો બીજો અર્થ, ધોળું રીંગણું એવો પણ થાય છે. ગોમટેશ્વરના અભિષેક સાથે રીંગણા બહેન નામે એક ડોશીનો પ્રસંગ સંકળાયેલો છે. એટલે પણ તેનું નામ બેલગોલ પડ્યું હશે.
ઐતિહાસિક દ્રષ્ટિએ આ સ્થળ ૨૫૦૦ વર્ષથી પ્રાચીન તીર્થ તરીકે જાણીતું છે. લગભગ બાવીસો વર્ષ પૂર્વે ઉત્તર ભારતમાં બાર વર્ષ સુધી દુકાળ પડ્યો તે સમયે, ચંદ્રગુપ્ત મૌર્ય રાજપાટનો ત્યાગ કરીને તેમના ગુરૂ જૈન આચાર્ય શ્રી ભદ્રબાહસ્વામીની સાથે અહિં આવી વિંદગિરિની સામે આવેલા પર્વત ઉપર રહ્યા હતા. સમ્રાટ ચંદ્રગુપ્ત તપસ્યા કરતાં કરતાં, અહિંથી સ્વર્ગે સિધાવ્યા હતા. તેથી આ પર્વતનું નામ ચંદ્રગિરિ પડ્યું તેમ માનવામાં આવે છે. એ જ સમયથી દક્ષિણમાં જૈન ધર્મનો ફેલાવો થયો.
ગંગારાજ વંશના રાજા રાચામલ્લાના સર સેનાપતિ ચામુંડરાયે એક હજાર વર્ષ પહેલાં, શ્રવણ બેલગોલા ગામની પાસે તળેટીથી ૧૭૮.૪૨ મીટર ઊંચા વિંદ્યગિરિ પર્વત પર એક અખંડ મહાશિલામાંથી સત્તાવન (૫૭) ફૂટની બાહુબલિજીની એક વિશાળ ભવ્ય મૂર્તિ કંડારાવી. આની એક દંતકથા પણ છે. એમ કહેવાય છે કે શ્રી ગંગરસ રાજાના સરસેનાપતિ શ્રી ચામુંડરાયના માતા, વિક્રમ સંવત ૧૦૨૭માં શ્રી બાહુબલિ ભગવાનના દર્શન માટે પોદનાપુર જઈ રહ્યાં હતાં. તેઓ વિઘગિરિ પર્વતની સામે આવેલ ચંદ્રગિરિ પર્વત પર આરામ માટે રહ્યાં હતાં ત્યારે તેમને સ્વપ્નમાં વિંદ્યગિરિ પર્વત પર શ્રી બાહુબલિ ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવાની પ્રેરણા મળી. ચામુંડરાયે આના આધારે નિર્ણય લઈને અહિં મૂર્તિ કંડારાવીને તીર્થની સ્થાપના કરી. પચ્ચીસ કિલોમીટરની દૂરીથી આ ઐતિહાસિક ટેકરીનાં દર્શન થાય છે. લગભગ છસોને ચૌદ (૧૪) પગથિયાં ચઢીને આ
SS ૧૧૨ SSSSSSSSSSSSSS