________________
કરનાર કદી નાના બનતા નથી." બાહુબલિનો રોષ શમી ગયો. કુળ મર્યાદા અને યુગની આવશ્યકતાને ધ્યાનમાં રાખીને તેઓ ચિંતન મગ્ન થઈ ગયા. વિજ્યની ઘડીએ તેમને આ સંસારની અસારતાનું જ્ઞાન થયું અને આ ફાની દુનિયાના વૈભવનો ત્યાગ કરી સાધુપણું અંગીકાર કર્યું.
એક વર્ષ ધ્યાનમુદ્રામાં અવસ્થિત યાને ધ્યાનની સ્થિતિમાં રહ્યા. શરીર પર લતા-વેલો ચડી ગઈ. રાફડાના રાફડા બાજ્યા, સર્પો વગેરે ભયંકર જીવ જંતુઓ વીંટળાયા, પક્ષીઓએ માળા બાંધી દીધા પણ તેઓ તપશ્ચર્યામાંથી ડગ્યા નહિ. આટલી તપશ્ચર્યા છતાં તેમને કેવળ જ્ઞાન થયું નહિ.
જૈન ધર્મ પ્રમાણે પૂર્વ દીક્ષિત થયેલ નાના ભાઈઓને બાહુબલિએ વંદન કરવા જવું જોઈએ, પણ બાહુબલિનો અહમ્ આડે આવતો હતો. તેમની જન્મ જેષ્ઠતાને આ ખટકતું હતું. આમ રાગદ્વેષ ઉપર વિજ્ય મેળવનાર બાહુબલિ અસ્મિતાથી પરાજિત થઈ ગયા હતા. "હાથી ઉપર આરૂઢ થયા છો, ત્યાં કેવલ જ્ઞાનની ઉપલબ્ધિ કેમ થાય ? માટે ભાઈ ! હાથી ઉપરથી નીચે ઉતરો ! એવા શબ્દો એક દિવસ બાહુબલિની તેમની બે બહેનો બ્રાહ્મી અને સુંદરી જેઓએ પણ સાધ્વીપણું અંગીકાર કર્યું હતું તેમની પાસેથી સાંભળ્યા. એક જૈન સાધુએ આ પ્રસંગને આવરી લેતી એક સર્જાય લખી છે. જેની પહેલી પંક્તિ છે કે “વીરા મોરા ગજ થકી નીચે ઉતરો' બહેનોના ઈશારાએ બાહુબલિમાં સાચી ચેતના પ્રગટાવી અને અહમ્ને ઓગાળવાની પ્રેરણા આપી. બાહુબલિ વિચારમાં પડ્યા હું ક્યા હાથી ઉપર આરૂઢ છું? તેમને ખ્યાલ આવ્યો કે તેઓ અહમ્ ના હાથી ઉપર ચડ્યા હતા અને આથી નાના ભાઈઓ જે તેમના પહેલાં સાધુ થયા હતા તેમને વંદન કરવા જતા ન હતા. તેમને ખ્યાલ આવ્યો કે ભાઈઓ ભલે નાના હોય પણ ચારિત્ર્યની દ્રષ્ટિએ મોટા છે અને મારે તેમને વંદન કરવા જવું જોઈએ. નમન કરવા જવા માટે જેવા તેમના પગ ઉપડ્યા કે ત્યાં જ બંધન તૂટી ગયાં. વિનયે અહંકારને શાંત કરી દીધો. અહમ્ ઓગળી ગયો. બાહુબલિને ત્યાં જ કેવળ જ્ઞાન થયું.
કર્ણાટકમાં હાસનથી બાવન કિલોમીટરની દૂરીએ ચંદ્રગિરિ અને