SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ માર્ગનો ખ્યાલ આવ્યો. આ ઉપદેશથી તેઓ પ્રભાવિત થયા અને અઠ્ઠાણું ભાઈઓએ રાજ્યનો મોહ છોડી ત્યાગનો માર્ગ ગ્રહણ કર્યો. ભરત ચક્રવર્તી આથી થોડા પલળ્યા પણ ચક્રવર્તી બનવાની તેમની મહત્ત્વકાંક્ષા ઓછી ન થઈ અને તેમણે બાહુબલિને પોતે ચક્રવર્તી છે તેનો સ્વીકાર કરવા સંદેશો પાઠવ્યો. બાહુબલિ તો બધી રીતે – બુદ્ધિમાં, વ્યવહારિક સમજ સૂઝમાં, દીર્ધ દ્રષ્ટિમાં, શક્તિ, તાકાત, બળ અને ખડતલપણામાં ભરતથી બળિયા હતા. તેમને થયું કે ભારત એમ સમજતા હોય કે હું શક્તિશાળી છું અને શક્તિથી બધાને દબાવી શકું છું તો તે તેમની શક્તિનો દુરપયોગ છે, માનવતાનું ભયંકર અપમાન છે અને કુળ મર્યાદાનું ઉલ્લંધન છે. વળી તેમને થયું કે બાહુબળમાં તો હું ભરતથી કોઈપણ પ્રકારે ઉતરું તેમ નથી. જો ભરત પોતાના મોટાપણાને ભૂલીને અનુચિત વ્યવહાર કરે તો મારાથી ચૂપ કેમ રહી શકાય ? હું ભરતને બતાવી દઈશ કે મારા ઉપર આક્રમણ કરવું કેટલું અનુચિત છે? આ વિચારધારાએ બાહુબલિજીને ભારતના ચક્રવર્તીપણાનો સ્વીકાર કરતા અટકાવ્યા. ભરત વિરાટ સૈન્ય લઈને બાહુબલિ સાથે યુદ્ધ કરવા બાહુબલિના રાજ્ય “બહુલી' દેશની સીમા સુધી પહોંચી ગયા. બાહુબલિ પણ પોતાની નાની સેનાને લઈને યુદ્ધના મેદાનમાં આવી ગયા. લાંબા સમય સુધી યુદ્ધ ચાલ્યું. પણ તેમાં હાર-જીતનો કોઈ ફેંસલો ન થયો. આખરે બાહુબલિએ આ નરસંહાર બંધ કરવા,વંદ્વ યુદ્ધનું આહવાન કર્યું. આખરે બન્નેની વચમાં વાક્યુદ્ધ, બાહુ યુદ્ધ, મુષ્ટિ યુદ્ધ અને દંડ યુદ્ધ નક્કી કરવામાં આવ્યાં. બધામાં સમ્રાટ ભરત પરાજિત થયા અને બાહુબલિ વિજ્યી થયા. સમ્રાટ ભરતને આ પરાજ્ય ખૂબ ખટક્યો એટલે આવેશમાં આવીને અને મર્યાદાનું ઉલ્લંધન કરીને બાહુબલિનો શિરચ્છેદ કરવા ચક્રનો પ્રયોગ કર્યો. બાહુબલિએ ચક્રને પકડવાનું નક્કી કર્યું અને ચક્ર બાહુબલિની પ્રદક્ષિણા કરીને ભારતની પાસે પાછું ફર્યું. ભરત પોતાના આ દુષ્કૃત્યથી વધુ લજ્જિત થયા. બાહુબલિની બિરદાવલી ગવાઈ પણ સાથે સાથે પ્રજાએ એવો સૂર કાઢ્યો કે "સમ્રાટ ભરતે તો ભૂલ કરી છે, પરંતુ તમો બાહુબલિ એ ભૂલ ન કરો.નાનાભાઈ દ્વારા મોટાભાઈની હત્યા અનુચિત જ નહિ, અત્યંત ધૃણાસ્પદ છે. મહાન પિતાના પુત્ર પણ મહાન હોય છે. ક્ષમા કરો. ક્ષમા S9 ૧૧૦ ASSISTANTLY
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy