SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ બીજી એવી દંતકથા છે કે દુષ્યંત રાજાને શકુંતલાથી થયેલ બાળક જેનું નામ ભરત હતું તેના નામ ઉપરથી પણ હિંદનું નામ ભારતવર્ષ પડ્યું. જડભરત તરીકે જેની વાર્તા પ્રચલિત છે તે આ જ ભરત રાજા ! જેમનું મન એક મૃગબાળમાં આસકત થયું હતું જેથી મૃત્યુ પછી તેઓ મૃગનો જન્મ પામ્યા. આ મૃગના જન્મમાં પણ તેમની પૂર્વજન્મની સ્મૃતિ નાશ પામી ન હતી. આથી તેઓને અફસોસ પણ થયો હતો, કે તેઓ મૃગની આસક્તિમાં યોગમાર્ગથી ભ્રષ્ટ થયા હતા. ૠષભદેવનો શ્રીમદ્ ભાગવતમાં ઉલ્લેખ છે તે મુજબ તે ભગવાનના અવતાર હતા, તેથી જન્મથી જ તેમનામાં, તેજ, બળ, શોભા, યશ, પ્રભાવ વગેરે ગુણો હતા. આથી નાભિરાજાએ તેમનું ૠષભ અર્થાત્ સર્વોત્તમ એવું નામ પાડ્યું હતું. મહારાજ ઋષભદેવે પોતાની રાજ્ય વ્યવસ્થાનો ભાર ભરતને સોંપ્યો. બાકીના નવ્વાણું પુત્રોને પણ રાજ્ય આપીને પોતે દીક્ષા ગ્રહણ કરી. ભરત ચક્રવર્તી બનવા માગતા હતા એટલે તેમણે પોતાના નાના ભાઈઓને પોતાને આધીન કરવા તેમની પાસે દૂતો મોકલ્યા. અઠ્ઠાણું ભાઈઓ ઋષભદેવની પાસે સલાહ લેવા ગયા. તેમણે દલીલ કરી કે જો રાજ્ય આપી દઈએ તો ભરતની સામ્રાજ્ય લોલપુતા વધી જશે અને અમે પરાધીન બની જઈશું. જો તેમની સાથે યુદ્ધ કરીએ તો ભાયુદ્ધની અનુચિત પરંપરાનો પ્રારંભ થશે. ૠષભદેવે તેમની દલીલનું હાર્દ બરાબર સમજી જવાબ આપ્યો કે યુદ્ધ પણ ખરાબ છે અને કાયર થવું તે પણ ખરાબ છે. એટલે હું તમને યુદ્ધ કરવાની સલાહ પણ નથી આપતો કે ન તો કાયર બનવાની. હું તો તમને એવું રાજ્ય આપવા માગું છું કે જેમાં યુદ્ધ અને કાયરતા બન્નેથી દૂર રહી શકાય. ભગવાન ઋષભદેવ એવા ક્યા રાજ્યની વાત કરતા હતા તે શરૂમાં તેમના ખ્યાલમાં ન આવ્યું. પણ જ્યારે શ્રી ૠષભદેવે એક ભાગ્યહીન મૂર્ખ માણસનો દાખલો આપી જણાવ્યું કે ભૌતિક રાજ્યશ્રીની તૃષ્ણાને શાંત કરવાંનો પ્રયત્ન મિથ્યા છે. તેથી સંબોધિ પ્રાપ્ત કરો. ભૌતિક રાજ્યથી આધ્યાત્મિક રાજ્ય મહાન છે. સાંસારિક સુખોથી આધ્યાત્મિક સુખ ઉત્તમ છે ત્યારે તેમને દીક્ષા ગ્રહણ કરવાના ૧૦૯
SR No.023266
Book TitleBharatma Jain Dharmna Mahattvana Tirtho
Original Sutra AuthorN/A
AuthorManibhai G Shah
PublisherKusum Prakashan
Publication Year1993
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy