________________
છતાં કર્મની પરવશતા એને સંસાર ન પણ છેડવા દે ! આવી અવસ્થામાં શ્રાવકે શું કરવું જોઈએ ? કેવું જીવન જીવવું જોઈએ ? કે જેથી સંયમ-જીવનને રોકતી કર્મ પરવશતાની પક્કડ ઢીલી પડતી જાય! એને વ્યવસ્થિત નકશો એટલે જ “શ્રાવકે શું કરવું જોઈએ.'નું યથાર્થ નામ ધરાવતું આ પ્રકાશન !
જ્યવંતુ જિનશાસન તે અનેકાનેક અડવિશેષતાઓના વૈભવનું પ્રતીક છે. ભગવાન-ભાખ્યું મુનિ જીવન જ અજોડ નથી ! ભગવાને જે શ્રાવક જીવન પ્રરૂપ્યું છે. એય અજોડ છે. શ્રાવક જીવન જીવનારે પણ ઘણો-ઘણો ત્યાગ–વિરાગ કેળવવાને છે. માટે જ તે પંડિત શ્રી વીરવિજયજી મહારાજે “શ્રાવક વ્રત સુરતરૂ ફળિયો !” એમ પૂજામાં ગાયું છે. શ્રાવક માટે એથી જ તે શા “નિયામાં માણિ હોઈ’ કહીને એની સદગતિ માટેની બાંહેધરી આપી છે. અને વંદિતા સૂત્રે એના માટે અસિ હાઈ બંધે "નું વિધાન કર્યું છે. શ્રદ્ધા, વિનયવિવેક અને ક્રિયાને જ્યાં સુમેળ છે, એવું આ શ્રાવક ઘરમાં-ઘરમાં અને ઘટઘરમાં પ્રતિષ્ઠિત થાય—એવી આશા રાખવા સાથે લઘુબંધુ મુનિશ્રી મુક્તિપ્રભાવિયજીને પુસ્તક લેખનને આ પ્રયાસ, સહુ શ્રાવકો માટે શું કરવું જોઈએ ? એને માર્ગ દર્શાવતો રહે એ જ એક અભિલાષા સેવું છું. શિતલવાડી જૈન ઉપાશ્રય
–મુનિ પૂર્ણચન્દ્રવિજય આસો વદ ૮ સુરત.