________________
આચારનો અરીસે
વિશ્વના સર્વ જીવોનું આત્મકલ્યાણ થાય તે માટે મોક્ષમાર્ગના દાતાર શ્રી અરિહંત પરમાત્માએ જે માર્ગ દર્શાવ્યું તે જૈન ધર્મ.
આવા શ્રી જિનેશ્વર ભગવાનના ધર્મને અનુયાયી તે જૈન. શ્રી વીતરાગ દેવની આજ્ઞાને ધારક અને પાલક તે જૈન. શ્રી વીતરાગદેવના શાસનને સાચે સેવક તે જૈન. દેવ-ગુરૂ અને ધર્મને સમર્પિત બુદ્ધિવાળે તે જૈન. રાગદ્વેષાદિ અંતરંગ શત્રુઓનો વિજય કરવાની ભાવનાવાળો તે જૈન.
વિષય અને કપાયને સંપૂર્ણ જીતનાર તે જિન. તેવા જિનના વચન પ્રમાણુ કરનાર તે જૈન. પરમાત્માના વચનનું શ્રવણ, તેને વિવેક અને તે મુજબ યથાશક્તિ આચરણ કરવા કટિબદ્ધ રહેનાર તે જૈન.
ન, જાતિથી નહિ પણ ગુણથી થવાય છે. તેથી જ જન સામાન્ય અને જૈન વચ્ચે મોટું આંતરૂં પડે છે. જન અને જૈન વચ્ચે આવે ફરક આ ગ્રન્થમાં પૂજ્ય મુનિભગવંતે સુંદર રીતે બતાવ્યો છે.