________________
ભાવના : હે પ્રભો ! ઉપશમના બેલે આપે આપના હૃદયમાંથી રાગ અને રેષને બાળી નાંખ્યા છે એવી રીતે આપના હૃદયની પૂજા કરવાથી મારા પણ રાગ અને રેષનો નાશ થાવ”! છે. નવમું અંગઃ નાભિ. દુહે- રત્નત્રયી ગુણ ઉજળી, સકલ સુગુણ વિશ્રામ
નાભિકમળની પૂજના, કરતા અવિચલ ધામ છે ભાવના : હે પ્રભો ! જેવી રીતે આપનું નાભિકમળ રત્નત્રયીના ગુણોથી ઉજવલ બન્યું છે એવી જ રીતે આપની નાભિના પૂજનથી મારું પણ બને !”
૦ આ રીતે નવ અંગે બિલકુલ મૌન રહી ભાવપૂર્વક પૂજા કરે. અહિં એટલું ધ્યાન રાખવું કે એકલા ચંદનની પૂજા અગ્ય છે. જ્યાં જ્યાં ચંદનપૂજા શબ્દ આવે છે ત્યાં કેસરમિશ્રિત ચંદન સમજવું. ચંદનનું પ્રમાણ વધારે હોવાથી એને ચંદનપૂજા કહેવાય છે. આજે કેટલાક એવો પ્રચાર કરે છે કે, “શાસ્ત્રમાં કેસરપૂજા કહી જ નથી” માટે આ ખુલાસો કરેલ છે. 8. ત્રીજી પુષ્પપૂજા ?
– ભગવાનને જે પુષ્પ ચડાવવાનાં હોય તે શુદ્ધ, સાફ, અને તદ્દન ખીલેલા તેમ જ સુવાસિત જોઈએ.
– પુપની પાંદડીઓને છૂટી ન કરવી જોઈએ, તેને છેદ પણ ન કરવું જોઈએ, તેમ તેની કળી પણ ન તડવી જોઈએ.