________________
– હાથથી પડી ગયેલ, પગ લાગેલ, જમીન ઉપર પડેલ, આપણે પોતે ઉપભેગ કરેલ એવું ફૂલ પ્રભુ પૂજામાં વાપરવાથી મહાન આશાતના થાય છે.
–નીચ મનુષ્યને સ્પર્શ થયેલ, જીવડાઓએ ખાધેલ, અથવા ગંદા કપડામાં રાખેલ ફૂલ પણ પૂજામાં વાપરવાં ન જોઈએ.
૦ આ રીતે ઉત્તમ ધાતુના થાળમાં, ઉત્તમ જાતિના અખંડ અને નિર્દોષ સુગંધી પુષ્પ લઈને શ્રાવક પ્રભુની પૂજા કરે. પુષ્પ દ્વારા અંગરચના પણ કરે. પુષ્પ પૂજાને દુહો
સુરભિ અખંડ કુસુમ ગ્રહી, પૂજે ગત સંતાપ સુમન જંતુ ભવ્ય જ પરે, કરીએ સમક્તિ છાપ છે
ભાવના : હે પ્રભે ! આપની પુષ્પ પૂજા વડે મારૂં જીવન પણ જ્ઞાન-દર્શન-ચારિત્ર અને પંચાચારના પંચરંગી ફૂલેથી સુગંધિત બનો. ખાસ સમજવા જેવું
પુષ્પ પૂજા કે પુષ્પ દ્વારા પ્રભુની અંગરચના માટે કાચા સૂતરના તાંતણાથી ધીમી ગાંઠ મારી પંચ પરમેષ્ટિના ૧૦૮ ગુણોનું સ્મરણ કરતા ૧૦૮ ફૂલને હાર બનાવ અથવા જિનેશ્વર ભગવંતના ૧૦૦૮ લક્ષણની સંખ્યાને લક્ષ્યમાં રાખીને એક હજાર આઠ ફૂલેને હાર બનાવડાવે. અથવા વર્તમાન ચાવીશીના ચોવીશ તીર્થકર, ત્રણ ચોવીશીના હે તેર તીર્થકર, વિશ વિહરમાન તીર્થકર, ઉત્કૃષ્ટ કાળે વિચરતા એક ને