________________
વ્યાપાર શુદ્ધિ
પૈસાને પાપ માનનાર શ્રાવક પૈસા મેળવી આપનાર પેઢીને, દુકાનને અને બજારને પણ પાપ જ માને.
પાપ ભૂંડું છે તે પૈસે પણ ભૂડ છે.
પૈસો ભૂડે છે તે પેઢી પણ ભૂંડી છે. દુકાન પણ ભૂંડી છે. બજાર પણ ભૂંડે છે. એમાં કઈ શંકાને સ્થાન જ નથી.
સાપને ઝેરી માનનાર માણસ સાપના રાફડાને ય ઝેરી જ માને. રસ્તે ચાલતાં રૂપિયા બે રૂપિયાના સીકકા ખસામાંથી પડીને સાપના દરમાં કે રાફડામાં જાય તે ડાહો માણસ કદી હાથ નાંખી એને કાઢવાની હિંમત કે મહેનત ન કરે પણ જવા જ દે. હા, હજાર બે હજાર પાંચ હજાર કે દસ હજારની નોટ ઉડીને સાપના રાફડાના કાણામાં ઘૂસી ગઈ હોય અને એ ય દેખીતી હોય તો માણસ રાફડામાંથી એને ખેંચી કાઢવા મહેનત કરે પણ એ વખતે ય એટલે સાવધ હોય કે વાત ન પૂછે. કારણ એ જાણે છે કે “આ સાપને રાફડે છે.” એકાદ સાપ નહિ ને સાપને કણે ય બહાર નીકળી ડંખ દે તો પ્રાણ જ જાય.
શ્રાવક પણ પેઢીને કે દુકાનને પાપને રાફડે જ માને. ચોરી, જુઠ, અસત્ય, માયામૃષા આ બધા પાપોને રહેવાનું સ્થાન એટલે પેઢી–બજાર!
પૈસા વિના ઘરસંસાર નવે શક્ય જ નથી. અને પોતે ઘરસંસાર માંડીને બેઠેલો છે એટલે પૈસા કમાવા પેઢી કે