________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
૩. પરાવર્તના સઝાય – જે શિષ્ય તીવ્ર ઉપયોગી થકા પૂર્વે પઠિત શાસ્ત્રને ગણે તથા ગુરુ પણ
તીવ્ર ઉપયોગી થકા સાંભળે, ભૂલચૂક કહી દે, તે બંનેને પરાવર્તના સઝાય તપ. ૪. અનુપ્રેક્ષા – જે અર્થની ચર્ચા શિષ્ય સહાધ્યાયી અને બીજા પણ નિપુણ સાધુ મળીને વિવિધ
યુક્તિ જૈનશૈલી પૂર્વક કરે, ત્યાં ક્યારેક ચર્ચા કરતાં ઉક્તિ યુક્તિ પૂર્વક નિર્ણય થાય અને
ક્યારેક નિર્ણય ન થાય ત્યારે ગુરુ પણ આગમ અનુકૂળ ઉપયોગી થઈને વિશદ રીતે ચર્ચાનો નિર્ણય કરી આપે તે બંનેને અનુપ્રેક્ષા સઝાય. ૫. ધર્મોપદેશ – જો પોતાની ઉપદેશ આપ્યાની યોગ્યતા હોય તો તે બંનેને પૂર્વોક્ત વિધિપૂર્વક
ઉપકાર બુદ્ધિથી ધર્મોપદેશ આપે, અને જો આગમ શૈલીના નય, નિક્ષેપ પ્રમાણ સપ્તભંગી પ્રમુખમાં તથાવિધ ક્ષયોપશમ ન હોય ત્યારે બહુશ્રુત ઉપદેશ આપે. તે પોતે કાંઈક હરખીત થઈ આશ્ચર્ય પામતો સાંભળે તે ધર્મકથા. ઉપરના પાંચે સઝાય ઉપર કહેલી રીતથી વિપરીત કરે, અથવા દંભથી કરે અથવા શિરવોજ નિર્વાહ કરે અથવા અભિમાન કરે, બીજાની ઈર્ષ્યાથી કરે, ઉતાવળો ગડબડ કરી પૂરી કરે, પોતાની મરજી માફક કરે, યશ અર્થે કરે, તો સઝાય તપ અતિચાર લાગે. ધ્યાન તપ – ધર્મધ્યાન શુક્લ ધ્યાન એ બે મુક્તિદાયક છે ત્યાં પ્રથમ સાધુજીને ધર્મ ધ્યાનના ચારે પાદ ધ્યાવવાના છે. તે ધ્યાવતાં અપ્રમત્ત સ્થાને પોંચે ત્યાર પછી આઠમું ગુણઠાણું પામે. ત્યાં શુક્લ ધ્યાનનો પહેલો પાયો ચિંતવતાં ચિંતવતાં બારમું ગુણસ્થાનક પામે ત્યારે બીજા પાયાનું ધ્યાન કરે. તે ધ્યાવતાં બારમું પુરું થઈ રહે ત્યારે ચારે ઘનઘાતી કર્મ ક્ષય કરી કેવળજ્ઞાન પામે, તેરમું ગુણઠાણું પામે. પછી આયુષ્ય સ્થિતિ પ્રમાણે તેરમે રહે. તેમાં શેષ અંતર્મુહૂર્ત કાળ બાકી રહે ત્યારે શુક્લ ધ્યાનના છેલ્લા બે પાદ ધ્યાવે, ત્યાં ચઉદને ગુણઠાણે પોંચે, ત્યાં સકલ કર્મ કરી મોક્ષે જાય. એ સાધુના ધ્યાનની પદ્ધતિ છે. તથા શ્રાવકને તો ધર્મધ્યાન શુક્લ ધ્યાન ધ્યાવવાની યોગ્યતા નથી કેમકે તેના મૂળઘાતી ચાર કષાય ઉદયવંત શરુ છે માટે શ્રાવક તો અનિત્યાદિ બાર ભાવના એક ચિત્તે શુભ આર્નરુપે ધ્યાવે. તેમ કરતાં કોઇ ઉત્તમ જીવને ઉપયોગની નિર્મળતાથી લયલીનતા થાય તેથી ધર્મધ્યાનની સમાપ્તિ થાય. તે સમાપ્તિ પ્રભાતના અરુણોદયના આભાસ જેવી જાણવી. કેમકે તેના વડે ભાવનાજન્ય શુદ્ધોપયોગથી ધર્મધ્યાન સરખો અનુભવ થાય મુનિભાવનો આસ્વાદ માત્ર પામે તે ધ્યાન તપ. એ ધ્યાનમાં બીજો વિકલ્પ,
યોગ ચપલતાદિક કરે તે અતિચાર. ૬. દેહ ત્યાગ તપ :- ત્યાગના બે ભેદ છે ૧. દ્રવ્યત્યાગ ૨. ભાવત્યાગ. તેમાં દ્રવ્યત્યાગ તો સાધુ
તથા શ્રાવક પોતપોતાની માફક આહાર ઉપધિ તથા નવવિધ પરિગ્રહરુપ ઇંદ્રિય સુખનો તથા અવસ્થા વિશેષે દેહનો પણ ત્યાગ કરે છે. પણ ભાવત્યાગ તો વિષય તૃષ્ણા તથા ક્રોધાદિક કષાયનો ત્યાગ કરે છે. એ ત્યાગ તપ છતિ શક્તિએ ન કરે, વિધિરહિત કરે, તત્ત્વ પ્રતીતિ ધરી કરે નહીં, લોકની બીકથી ન છૂટકે કરે, નિયાણું કરી કરે તો અતિચાર લાગે.