________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
૧.૪ તપનું સ્વરૂપ
ચોરોના ગામમાં સંતે વ્યાખ્યાન કર્યું શરાબ, જુગાર, વેશ્યાગમન ન કરવું. આ સાંભળી એક માણસ ઉભો થયો. મેં દસ વર્ષથી કાંઈ કર્યું નથી. ધન્યવાદ, ચોરો વચ્ચે શાહુકાર ક્યાંથી ? પછી ખબર પડી કે એ દસ વર્ષ જેલમાં હતો. જેલમાં તો બંધન છે. ક્યાંથી કરી શકે. પરંતુ જ્યાં મુક્ત વાતાવરણ છે ને ત્યાં ના કરે તો સાચો કહેવાય. બંધન છે તો નિયમ છે અને બંધન નથી તો નિયમ નથી.
આપણે પણ આપણા સ્વરૂપને જાણવું હશે તો તપનું બંધન સ્વીકારવું પડશે. તપના સ્વરૂપને જાણવું પડશે. તો જ આપણે કર્મથી મુક્ત થશું.
ક્રોડો વર્ષો તપ કરે, તોય ન છૂટે બાળ, ક્ષણમાં કર્મો ક્ષીણ કરી, છૂટે જ્ઞાની તત્કાળ, તપથી કર્મો નિર્જર, તપથી નિર્મળ થાય, તપથી સ્વરૂપે પ્રતપતો, આત્મા ઝળહળ થાય.
ડૉ. ભગવાનદાસ ધર્મના ચાર પ્રકાર કહ્યા છે : દાન, શીળ, તપ અને ભાવ. એ ચાર પ્રકારના ધર્મથી આત્મા કર્મની નિર્જરા કરી ચિત્તને શુદ્ધ કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. મોક્ષ-સાધનામાં પહેલું પગથીયું દાનનું છે. તેથી મન કુણુ બને છે અને આત્મામાં પ્રેમ અને ત્યાગ કેળવાય છે.
દાન અને શીળ એટલે શુદ્ધ ચારિત્રથી આત્મા ઉચ્ચ બન્યા પછી મોક્ષમાર્ગમાં આગળ વધવા માટે પૂર્વ કરેલાં અશુભ કર્મોની નિર્જરા કરવા માટે તપની જરૂર રહે છે. મોહ આસક્તિથી સર્વ કર્મો બંધાય છે. મોહનું સ્થાન ઇચ્છામાં છે. એટલે ઇચ્છાનો નિરોધ કરવો તે તપનો હેતુ કહ્યો છે, તેથી જ કહ્યું છે કે રૂછી નિરોધ: તા: I ઈચ્છાને રોકવી, ઇચ્છાનો નિરોધ કરવો તે તપ છે અને તપથી સંવર અને નિર્જરા થાય છે.
કષ્ટ સહન કર્યા વિના ઇચ્છાનો નિરોધ થઈ શકતો નથી. મનને મારવું બહુ મુશ્કેલ છે. માનસિક તેમજ શારીરિક કષ્ટ સહન કરવાથી જ ઇચ્છાનો નિરોધ થાય છે અને મન કાબુમાં આવે છે.
શરીર અને મન એકબીજાથી એવી રીતે જોડાયેલા છે કે એકની અસર બીજા ઉપર થયા વિના રહેતી નથી. એટલે ઇચ્છા નિરોધ માટે શારીરિક તેમજ માનસિક કષ્ટ સહન કરવાનું હોય છે.
માણસ માત્ર ભૂલને પાત્ર છે. પ્રમાદને પાત્ર છે. અને ભૂલ કે પ્રમાદથી, જાણતાં કે અજાણતાં,