________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૧
૨. વિનય તપ :- સાધુ તથા શ્રાવક પોતપોતાની દશા માફક આચાર્ય ઉપાધ્યાયાદિક ગુણવંત પુરુષો
પ્રતે વિનય જે વંદન, નમન, અભુત્થાનાદિ ઉચિત ભક્તિ રૂપ આગમ શૈલી મુજબ કરે તે
વિનય તપાચાર અને જે આગમોક્તિથી વિપરીત કરે, અણછુટતો કરે કે દંભથી કરે તે. ૩. વૈયાવચ્ચ તપ :- સાધુ શ્રાવકને, કુળ, ગણ, ચૈત્ય, સંઘ ઇત્યાદિકનું જેનું જેનું જેવું જેવું
વૈયાવચ્ચ કરવું આગમમાં કહ્યું છે તેવું તેવું વૈયાવચ્ચ કરે. વૈયાવચ્ચ એટલે રાગાદિક વિઘ્ન ઉપનેયક તેનો ઉપાય વિવિધ ઔષધ, અંગમર્દન, પથ્ય વિગેરે ભક્તિપૂર્વક કરે તે વૈયાવચ્ચ તપાચાર; પણ વૈયાવચ્ચની વખતે બહાનું કાઢી ખસી જાય, વૈયાવચ્ચ ખોટી કરે, ભક્તિ વિના અણછૂટતે કરે, દંભથી કરે, આચાર્યાદિકના ભયથી કરે, અથવા પોતાને કરવાનું તે બીજા
પાસે કરાવે તો આ અતિચાર લાગે. ૪. સઝાય તપ – તે જે સાધુ કે સાધ્વી પોતપોતાની યોગ્યતા પ્રમાણે શ્રુતજ્ઞાનનો અભ્યાસ
કરે તે પાંચ પ્રકારે છે. ૧. વાંચના – શ્રુત ભણવું, ભણાવવું તે. ૨. પૃચ્છણા – ભણવામાં સંદેહ થયે ગુરુને પૂછી ખુલાસો મેળવવો તે. ૩. પરાવર્તન – પૂર્વ ભણેલા કૃતનું ગણવું, ગુરુએ શિષ્યની પરાવર્તના સાંભળવી અથવા તેમ કરવાની પ્રેરણા કરવી તે. ૪. અનુપ્રેક્ષા – ભણેલા શ્રતના અર્થનું ચિંતવન કરવું, સાધુ શ્રાવકે અન્યોન્ય ચર્ચા કરવી, ગુરુ સ્યાદ્વાદશૈલી પૂર્વક ઉક્તિ યુક્તિપૂર્વક શિષ્યનો સંશય ટાળે છે. ૫. ધર્મકથા – તે સચિવંત જીવને ભાવ કરુણા શિષ્ય તથા ગુરુ પોતપોતાની દશા માફક યથાગમ કરે તે સઝાય પમાડે તે. ઉપરની પાંચ પ્રકારની સજઝાય શિષ્ય તથા ગુરુ પોતપોતાની દશા માફક યથાગમ કરે તે
સઝાય તપ અથવા – ૧ વાંચના – શિષ્ય વિનય સહિત હર્ષિત થકો, ગુરુનો આશય અટકળ કરતો, અનુકુળપણે
આસનસ્થ પ્રશાંત ઇત્યાદિ વિધિપૂર્વક વાંચના લે તથા ગુરુ પણ પ્રસન્ન ચિત્તથી તેની યોગ્યતા માફક પ્રમાદ છોડી અગ્લાનપણે વાંચના આપે તે બંનેને વાંચના સઝાય થાય પૃચ્છણા – ગુરુને આસનસ્થ જોઈને શિષ્ય વિનયાદિ ગુણ યુક્ત આશય અનુકૂળ થઈને પૂછે, ગુરુ પણ ભાવ દયા ધરીને ધર્મ રાગથી ઘણી બુદ્ધિ વાપરીને સ્યાદ્વાદશૈલી મુજબ એવો જવાબ આપે કે તેણે કરી શિષ્યના ચિત્તનો સંદેહ તરત મટી જાય, તે બંનેને પૃચ્છણા સજઝાય તપ થાય.
૨.