________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
એવા તપતપીયા બ્રાહ્મી સુંદરી રે રાજીમતી સુકુમાલી સતીય શિરોમણી રે ધર્મે ભવ સફલો કીજીયે રે
ધર્મના ચાર પ્રકાર સતીય શિરોમણી રે દાન-શીયલ-તપ-ભવના રે
તેહથી ભવજલ પાર સતીય શિરોમણી રે દાન લઈ લાહો લીજીયે રે દાનથી જય જયકાર સતીય શિરોમણી રે તપ તપ કર્મ ખપાવીયા રે જ્ઞાન વિમલ સુખકાર સતીય શિરોમણી રે
તપના દુહા દઢ પ્રહારી હત્યા કરી કીધા કર્મ કઠોર તો પણ તપના પ્રભાવથી કાત્યા કર્મ કઠોર....૧
વિઘ્ન ટળે તપ ગુણ થકી તપી જાય વિકાર
પ્રશસ્યો તપગુણ થકી વીરે ધન્નો અણગાર....૨ કર્મ ખપાવે ચીકણા ભાવ મંગલ તપ જાણ પચાર લબ્ધિ ઉપજે જય જય તપ ગુણખાણ....૩
કર્મ તપે તપ યોગથી તપથી જાય વિકાર
ભાવ મંગલ તપજિન કહે શિવસુખનો દાતાર....૪ વિષય કષાયના દાહથી દાઝયો સયલ સંસાર તપ જળથી જે બુઝવે ધન્ય તારુ અવતાર....૫
વિધ્ધ ક્રોડ દૂર કરે વાંછિત ફળે તત્કાલ જે ભવિયણ તપ નિત્ય કરે, તસ ઘર મંગળમાળ....૬
શ્રી તપપદની સ્તુતિઓ
(રાગ - જય જય ભવિ હિતકર) કર કર ભવિ હિતકર તપ મહાનદકાર દુઃખ દળદર ટાળે, ખાળે પાપ વિચાર દુરગતિ દુઃખ વારે મારે કર્મ વિકાર સુખ સંપત્તિ આપે જિનઆણા સુખકાર (૧)
-પ૨)