________________
તપશ્ચર્યા
પ્રકરણ -
જીરે લાખા તમો ગુણોથી આ સૃષ્ટિ રચી છે જી,
રજો ગુણ વસ ઇંદ્રિ-ધારા રે હાં, જીરે લાખા ઇશ્વરથી નિર્ગુણ રમે જે ન્યારા જી,
તેને જાણે જાણણ હારા રે હાં, જીરે લાખા બહારની ક્રિયા મેં તમને બતાવી છે,
હવે અંતરની ક્રિયા કંઈ આપુ રે હાં. જીરે લાખા ભટકેલ મન તે ઘણાં જનુ જી,
તેને સ્થિર કરી તે સ્થાપ્યું રે હાં. જીરે લાખા એક ધ્યાન બીજીને ધારણાં છે,
ત્રીજી પ્રાણાયામ કરવા રે હાં. જીરે લાખા ચોથી ક્રિયામાં ગુરૂપદ પાળવું જી,
જેનું સ્વરૂપ નિરંતર ઉરમાં ધરવું રે હાં. જીરે લાખા ચારે ક્રિયા અંતરમાં મુખ્ય છે જી,
તેને જાણે જ વીરલા જોગી રે હાં જીરે લાખા ચારે ક્રિયામાં એકની ખામી જી. ત્યાં લગી વિષય રસનાં છે ભોગી રે હાં.
પચ્ચખાણની તેના ફળની સઝાયો નવકારશી કરું તો મારે મન વસી રે પોરસીના કરું પચ્ચખાણ સતીય શિરોમણી રે એકાસણા રૂપી બે મોતીડા રે નવી રૂપી નવસેરો હાર સતીય શિરોમણી રે આંબિલરૂપી ઝાલ ઝબુકતી રે
ઉપવાસે ઝબુકીયા મોર સતીય શિરોમણી રે ત્રણ ઉપવાસે ત્રિભુવન મોહી રહ્યા રે પાંચ ઉપવાસે મોહ્યો ગુજરાત સતીય
શિરોમણી રે આઠ ઉપવાસે આઠ કર્મક્ષય કર્યા એ દસ ઉપવાસે તાર્યો સંસાર સતીય શિરોમણી રે પન્નર ઉપવાસે ઇંદ્રના બેસણા રે માસખમણે મુક્તિનો વાસ સતીય શિરોમણી રે