________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
ચઉવીશ જિન વંદો ભવ દુઃખ ટાલણહાર તપ તપીઆ ભવે વારી વિષય વિકાર સુખ સંપત્તિ ધારી વરવા શિવવર નારી
એ કરણી સારી હું જાઉં બલિહારી (૨) આગમ રત્નાકર દીપે તાસ તરંગ નય ભંગ સ્વરૂપી કરવા કર્મસુ જંગ એ રંગ અપૂરવ તંગ જીવન હરનાર જીવ નિર્મલકારી નમું થવા ભવપાર (૩)
ચકેસરી કેસરી દેવી જિનપદ સેવી તમ હિરણ ગરેવી ભવિજન સહાય કરવી સંપદ સુખ સારે જે સેવા જિનધારે સૂરિ લબ્ધિ જાવે ભવજલથી કિનારે (૪)
તાપદનું સ્તવન નિજ ઇચ્છા અવરોધીએ તેહી જ તપ જિન ભાખ્યું રે, બાહ્ય અત્યંતર ભેદથી દ્વાદશ ભેદ દાખું રે.......૧
અનુપમ તપપદ વંદીએ તભવ મોક્ષગામીપણું જાણે પણ જિનરાયા રે તપ કીધા અતિ આકરાં, કુત્સિત કરમ ખપાયાં રે......૨
કર્મ નિકાચિત ક્ષય હવે તે તપને પરભાવે રે
લબ્ધિ અઠ્ઠાવીસ ઉપજે અષ્ટ મહાસિદ્ધિ પાવે રે......૩ એહવું તપ પદ ધ્યાવતાં પૂજેતાં ચિત્ત ચાહે રે અક્ષય ગતિ નિર્મલ બહુ સહુ યોગીંદ સશાહે રે
અનુપમ તપપદ વંદીએ......૪