________________
તપશ્ચર્યા
પ્રકરણ - ૬
[ ē
યોગિની એકાદશી તપ
રમા એકાદશી તપ ધારણા-પારણા તપ
તારા ભોજન તપ ચાતુર્માસ તપ
આરોગ્ય પ્રતીપદા તપ સંકટહર ચોથ તપ
અપરા એકાદશી તપ દધિ તપ
વામન દ્વાદશ તપ શિવપુષ્ટિ તપ
પંચરાત્રિ તપ પિતૃઉદ્ધાર એકાદશી તપ
બુધાષ્ટમી તપ નવરાત્રી તપ
સૂરજ તપ
તપ - કાવ્યો તપાચારના બાર અતિચાર : બાહ્ય તપના છઃ આત્યંતર તપના છે) તપાચાર બારહ આચાર, વિપરીતા-ચરણે અતિચાર, તે પ્રમાદ વળી આણા-ભોગ, તે આલોવું ગુરુ-સંજોગ. બાહિર અત્યંતર છ છ ભેદ, એ જાણે જે હોઈ સભેદ, દેખિતો તે બાહિર કહ્યો, અત્યંતર બીજો સંગ્રહ્યો. અણસણ કહીએ જે ઉપવાસ, એક થકી જ્યાં લગી છમાસ, ઉણોદરી ઉણો આહાર, ઇક-બિનતિ કવલે કરી વિચાર. વિગઈ સચિત્ત દ્રવ્યાદિક તણો એમનો કરીએ સખેપણો, વૃત્તિ-સંખેપ એ ત્રીજો ભેદ, આંબિલ નવી રસ વિચ્છેદ શીત વાત આપ જે સહે, એને કાયકલેશ જે કહે, સંલીનતા જે અંગ-ઉવંગ, આસન કરી સંવર બેરંગ. એ છ ભેદ બાહર તપ જાણ, છતી શક્તિ આળસ મન આણ, ન કર્યો જતન રતન આદરી, જાણે નાખ્યો કાંકરે કરી. અભ્યતર તપ તણા પ્રકાર, સુગુર–સાખે આલોયણ સાર, કાઢી શલ્ય ન તપ પડિવો, વડા તણો વિનય મેં તજ્યો.
§ @
ê ñ
î
(૫૧)