SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ સાથે ફાડે તેમાં દરેક તાંતણાને તૂટતાં અસંખ્યાતા સમયો પસાર થાય છે. અસંખ્યાત સમય = ૧આવલિકા ૨૫૬ આવલિકા = ૧ક્ષુલ્લકભવ સંખ્યાત આવલિકા = ૧ઉચ્છવાસ સંખ્યાત આવલિકા=૧નિઃશ્વાસ એક શ્વાસોશ્વાસ = ૧પ્રાણ સાત પ્રાણ = ૧ સ્તોક z = ૧ લવ (૭ લવ = ૩ । । । મિનિટ) સાત સ્તોક - ૧મુહૂર્ત ૭૭ ૧૧ = ૩૦ મુહૂર્ત = ૧ દિવસ ૧૫ દિવસ = ૧૫ક્ષ ૨ પક્ષ = ૧ માસ ૧૨ માસ = ૧વર્ષ ૮૪ લાખ વર્ષ = ૧ પૂર્વાંગ ૮૪ લાખ પૂર્વાંગ૪૮૪ લાખ = ૧પૂર્વ વર્ષ (૭૦,૫૬,૦૦૦,૦૦૦,૦૦૦,૦) એક પૂર્વ વર્ષ × ૧ક્રોડ – ૧ક્રોડ પૂર્વ (૭૦૫૬૪ ૧૦°) = અસંખ્ય વર્ષ = ૧ પલ્યોપમ ૧૦ ક્રોડાક્રોડી પલ્યોપમ = ૧ સાગરોપમ ૧૦ ક્રોડાકોડી સાગરોપમ = ૧ઉત્સર્પિણી કે ૧ અવસર્પિણી ૧ઉત્સર્પિણી અને ૧ અવસર્પિણી = ૧કાળચક્ર અનંતકાળચક્ર = ૧પુદ્ગલપરાવર્તન 65 ૦ પલ્યોપમ : પવાલાની ઉપમાથી જે પ્રમાણ જણાવવામાં આવે તેને પલ્યોપમ કહેવાય. એક યોજન (હાલના લગભગ ૧૩ કિ.મી.)લાંબો, પહોળો અને ઊંડો ખાડો ખોદીને તેમાં સાત દિવસના જન્મેલા યુગલિક બાળકના સુકોમળ વાળના અગ્રભાગ વડે પલ્યને ઠાંસીઠાંસીને એવી રીતે ભર્યા હોય કે તે વાલાગ્નને અગ્નિ બાળી શકે નહીં, પવન ઉડાડી શકે નહીં, તેમાં પાણીનું ટીપું પ્રવેશી શકે નહીં, એવી રીતે ખીચોખીચ ભરેલો હોય. જેના ઉપરથી ચક્રવર્તીની સેના પસાર થાય છતાં તે અંશ માત્ર દબાય નહીં તેવા સઘન ભરેલા તે પલ્યમાંથી દર સો વર્ષે એક એક વાળનો ટુકડો કાઢવામાં આવે, તે પલ્ય જેટલા કાળમાં સંપૂર્ણ ખાલી થાય તેટલા કાળને એક પલ્યોપમ કહેવાય.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy