SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસને આધારે અનંત કાળચક્ર જે જતિ, પૂગલ પ્રાવર્ત હોય; પૂગલ અનંત ની ગોદમાં; જીવિ કીધાં સોય ...૪૮ સાસઉસાસ માંહિ વળી, સાડા સત્તર ભવ જ્યાંહી; ઉપજઈ મરણ કરઈ ફરઈ, મહાવેદન કહી ત્યાંહિ. ...૪૯ અનંત પૂગલ પ્રાવર્ત વળી, દૂખ ભોગવતાં જાય; અકામ નીર્જરા બાલ કપિ, જીવ વિવાહારી થાય. ..૫૦ અર્થ: તે સમકિત કેવી રીતે પ્રાપ્ત થાય છે ? તેનો વિચાર કહું છું. આ જીવે સંસારમાં અનંત પુગલ પરાવર્તનકાળ પસાર કર્યો છે .૪૧ યુગલિયાના વાળ અતિ સૂક્ષ્મ હોય છે. તેને એક વાળનાં અસંખ્ય ખંડ (ટુકડા) કરવામાં આવે, તે ટુકડાઓને એક જોજન ચોરસ કૂવામાં નાંખી તે કૂવો સંપૂર્ણ (ઠાંસીઠાંસીને) ભરવો...૪૨ કલ્પના કરો કે આ કૂવામાંથી સો વર્ષે વાળનો એક ટુકડો કાઢતાં, સંપૂર્ણ કૂવો જ્યારે ખાલી થાય ત્યારે એક પલ્યોપમ જેટલો સમય થયો કહેવાય..૪૩ દસક્રોડાકોડી પલ્યોપમ જેટલો કાળ પસાર થાય છે ત્યારે એક સાગરોપમ થાય...૪૪ (એવા) દસ ક્રોડા ક્રોડી સાગરોપમ જેટલો કાળ પૂર્ણ થાય ત્યારે એક અવસર્પિણી કાળ પૂરો થાય. આ અવસર્પિણી કાળમાં છ આરા હોય છે. તેને નાના મોટા સૌ જીવો સમજો...૪૫ વીસ ક્રોડાકોડી સાગરોપમ જેટલો કાળ વ્યતીત થાય છે ત્યારે એક ઉત્સર્પિણી કાળ અને એક અવસર્પિણી કાલ પૂર્ણ થાય છે, તેવું જિનેશ્વર દેવ કહે છે...૪૬ જ્યારે એક અવસર્પિણીકાળ અને એક ઉત્સર્પિણી કાળ પસાર થાય છે ત્યારે એક કાળચક્ર પૂર્ણ થાય છે, તેવું જિનદેવ કહે છે, તે સાંભળો...૪૭ આવા અનંત કાળચક્ર પૂર્ણ થાય ત્યારે એક પૂગલ પરાવર્તન થાય. એવાં અનંત પુલ પરાવર્તન જીવે નિગોદમાં વ્યતીત કર્યા છે...૪૮ એક શ્વાસોશ્વાસમાં નિગોદના જીવો સાડા સત્તર ભવો કરે છે. ફરી ફરી ત્યાં જ જન્મ મરણ કરી અત્યંત વેદના અનુભવે છે...૪૯ આ પ્રમાણે અનંત પુગલ પરાવર્તનકાળ દુઃખમાં વ્યતીત કરતાં અકામ નિર્જરા અને બાલતપના બળે જીવ વ્યવહારરાશિમાં આવે છે ...૫o. કાળનું સ્વરૂપ : ઉપરોક્ત દુહામાં કવિ કાળ ગણનાનું સ્વરૂપદર્શાવી સમકિત પ્રાપ્તિની દુર્લભતા જણાવે છે. કાળની ગણતરીનું ઉપરોક્ત સ્વરૂપ શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, શ્રી અનુયોગ દ્વાર, શ્રી ભગવતી સૂત્રમાં દર્શાવેલ છે. આંખના એક પલકારામાં અસંખ્યાત સમય પસાર થાય છે. સશક્ત યુવાન જીર્ણ-શીર્ણ વસ્ત્રને એકી
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy