SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ એક સાથે સમ્યક્ત્વના બાર દ્વાર(સડસઠ બોલ)નું વર્ણન વર્તમાન ઉપલબ્ધ આગમોમાં ક્યાંય જોવા મળતું નથી. સમ્યક્ત્વની વિશુદ્ધિ નિમિત્તે તેના સડસઠ બોલની ગાથા આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ કૃત સમ્યક્ત્વ સપ્તતિ ગ્રંથમાં દર્શાવેલ છે. ૩૩ चउसद्हणतिलिङ्गा, दसविणयतिसुद्धिपञ्चगयदोसं । अट्ठपभावणभूसण लक्खणपञ्चविहसंजुत्तं ।। ५ ।। छब्बिहजयणागारं, छभावणाभावियञ्च छट्ठाणं । इह सत्तसट्ठिलक्खण - भेयविसुद्धंच सम्मत्तं ।। ६ ।। અર્થ : ચાર સહણા, ત્રણ લિંગ, દસ વિનય, ત્રણ શુદ્ધિ, પાંચ દૂષણ, આઠ પ્રભાવના, પાંચ ભૂષણ, પાંચ લક્ષણ, છ જયણા, છ આગાર, છ ભાવના, છ સ્થાન આ પ્રમાણે સડસઠ ભેદથી વિશુદ્ધ સમ્યક્ત્વ હોય છે. કવિ ઋષભદાસે દર્શાવેલ સમ્યક્ત્વના સડસઠ બોલના દ્વાર અને આચાર્ય હરિભદ્રસૂરિ કૃત સડસઠ બોલના દ્વારની ઉપરોક્ત ગાથા સાથે તુલના કરતાં જણાય છે કે કવિ ઋષભદાસે અને આચાર્ય હરિભદ્રસૂરિએ સમ્યક્ત્વના સડસઠ બોલના દ્વારના નામ સમાન દર્શાવ્યા છે; પરંતુ તેના ક્રમમાં થોડો ફેરફાર છે. કવિ ઋષભદાસે દૂષણ માટે ‘અતિચાર’ શબ્દ પ્રયોગ કર્યો છે. વાસ્તવમાં સમકિતના પાંચ દૂષણ એ જ સમકિતના પાંચ અતિચાર છે. અહીં ફક્ત નામ ફરક છે અર્થ એકજ છે. સમ્યક્ત્વ રહિત જીવનો અવ્યવહારરાશિ કાળ -દુહા-૩ તે સમકીત કયમ પામીઓ, ભાખું તામ વીચાર, અનંત પૂદગલ પ્રાવૃત્ત વળી, જીવિં કરીઓ સંસાર. યુગલ રોમ સૂક્ષ્મ અહિં એકનાં ખંડ અસંખ્ય; જોયન (યોજન) કુપ ચોસાલમાં, યુગલ રોમ ત્યાહી નંખ્ય. સો વરસે એક ખંડ ત્યાહા, કાઢઈ કલપી કોય; આખો કુપ ખાલી હસઈ, નામ પલ્યોપમ હોય. દસ કોડાકોડિ જવ જસિ, પલ્યોપમ જેણી વાર; સાગરોપમ એક જ તર્સિ હોસિ સહી નીરધાર. દસ કોડાકોડિ સાગરિ હોયિ અવસર્પણી કાળ; ષટ આરા તેહમાં સહી, તે સમઝો વૃદ્ધ બાળ. વીસ કોડાકોડી સાગર વલી, જિન કહઈ જ્યારિ જાય; અવસર્પણી ઉસર્પણી, ત્યારઈ પૂરી થાય અવસર્પણી ઉસપીણી યારેિં (જ્યારિ) એક અહી જાય; શ્રી જિનવર કહઈ સાંભળો; કાળચક્ર એક થાય ...૪૧ ...૪૨ ...૪૩ ...૪૪ ૬૫ ...૪૫ ...૪૬ ...૪૭
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy