SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસીને આધારે ૨) અપ્રત્યાખ્યાનાવરણીય કષાય ? જે કષાય આંશિક વત-પ્રત્યાખ્યાન સ્વીકારવામાં બાધક બને તે અપ્રત્યાખ્યાનાવરણીય કષાય છે. તે પથ્થરના ગોળા જેવો છે. તેની સ્થિતિ એક વર્ષની છે તેના સર્ભાવમાં તિર્યંચગતિનો બંધ પડે છે. ૩) પ્રત્યાખ્યાનાવરણીય કષાય : જે કષાય સર્વવિરતિ ધર્મ સ્વીકારવામાં બાધક બને તે પ્રત્યાખ્યાનાવરણીય કષાય છે. તે કાષ્ઠના ગોળા જેવો છે. તેની સ્થિતિ ચાર માસ છે. તેના સદ્ભાવમાં મનુષ્ય ગતિનો બંધ પડે છે. ૪) સંજવલન કષાય : જે કષાય વીતરાગ દશાની પ્રાપ્તિમાં બાધક બને તે સંજવલન કષાય છે. તે માટીના ગોળા જેવો છે. તેની સ્થિતિ એક દિવસની છે. તેના સદ્ભાવમાંદેવગતિનો બંધ પડે છે. મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યકત્વ મોહનીય, અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લોભ આ સાત પ્રકૃતિને શાસ્ત્રીય ભાષામાં “દર્શન સપ્તક' કહે છે. આ દર્શન સપ્તકના ક્ષય માટે કેટલાક આચરણની આવશ્યકતા રહે છે. કવિ હવે સમ્યકત્વની સાથે રહેનાર સમ્યક્ આચરણને એટલેકે વ્યવહાર સમ્યકત્વના સડસઠ બોલબાર દ્વારો વડે સમજાવે છે. સમ્યકત્વના બાર દ્વાર ઢાળ-૨ (એણી પરિ રાજ્ય કરતા રે રાગ ગુડી) કહું સમજીત ભેદરે, સમકિત ચું કહીઈ, તે સમકત કહો કયમ હોય એ. . ૩૪ કહઈનિ સમકીત હોય રે, ભેદ તલ કેટલાં તેહના ગુણ, કહઈ સ્યુ સહીએ. ...૩૫ અતીચાર તું માન રે, વ્યંગ તસ કેટલાં? લખ્યણ તેહનાં કહું સહીએ. ...૩૬ કહૂ સધહણા ભેદ રે, સૂધ્ય કહું તેહની, વિનિ કહું સમકિત તણોએ. ...૩૭ પૂરુષ પ્રભાવીક, જેહ સેવા તેહની કરતાં, સમીત નીરમાં એ. કહઈસ્યુ ભૂષણ ભેદરે, જઈણા સમકતની, આગાર સમકતના હું કેએ. ...૩૯ કહિર્યું ભાવના ભેદ રે, થાનક કહું વલી, જાણઈ તે સમઝીતે ઘણીએ. ...૪૦ અર્થ સમકિતના ભેદ કહું છું. સમકિત કોને કહેવાય? તે સમકિત કેવી રીતે પ્રગટ થાય છે? (તેના સંદર્ભમાં કવિ કહેવા માંગે છે) ...૩૪ સમકિત કોને હોય? તે સમકિતનાં કેટલાં ભેદ છે ?તેનાં ગુણ હવે કહીશ...૩૫ સમકિતના અતિચારને તું ઓળખતેનાં લિંગ કેટલાં છે ?તેનાં લક્ષણ હવે કહું છું...૩૬ સમકિતની સદ્યણાના ભેદ, તેની વિશુદ્ધિ તથા વિનયના પ્રકાર હવે કહું છું...૩૭ ધર્મના પ્રભાવક પુરૂષોની સેવા કરતાં સમકિત નિર્મળ બને છે ...૩૮ સમકિતના ભૂષણ, તેની યત્ના (જતના), તેના આગાર હું કહું છું..૩૯ સમકિતની ભાવના, તેના સ્થાનક આદિ ભેદો વિશેષ રીતે જાણીએ...૪૦
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy