SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે • સાગરોપમ સાગર એટલે દરિયો. દરિયાની ઉપમાથી જાણી શકાય તેટલા વર્ષોના કાળને સાગરોપમ કહેવાય છે. • અવસર્પિણી કાળ અને ઉત્સર્પિણી કાળઃ જેમાં આયુષ્ય, ઉંચાઈ, ધરતીની મીઠાશ, સુખ વગેરેમાં ઉત્તરોત્તર ઘટાડો થાય તેને અવસર્પિણી કાળ કહેવાય. તેનાથી વિપરીત જે કાળમાં ઉપરોક્ત વસ્તુઓ ઉત્તરોત્તર વધતી જાય તેને ઉત્સર્પિણી કાળ કહેવાય. ઉત્સર્પિણી કાળ અને અવસર્પિણી કાળનાદરેકના છ-છ વિભાગો છે, જેને છ આરાકહેવાય છે*. કવિ કાળનું માપ દર્શાવી સમક્તિ પ્રાપ્તિનો ક્રમ દર્શાવે છે. ભૂતકાળમાં જીવે અનંત પુદ્ગલ પરાવર્તન મિથ્યાત્વ અવસ્થામાં પસાર કર્યા છે, જે અહીં દર્શાવેલ ચિત્ર પરથી સમજાય છે. • પુગલ પરાવર્તન લોકમાં રહેલા સમસ્ત પુગલોને જીવ ગ્રહણ કરે તેમાં જેટલો સમય વ્યતીત થાય તેને એક પુદ્ગલ પરાવર્તન કરે છે. તેમાં અનંત કાળચક્ર પસાર થાય છે. આખા લોકમાં પુગલ વણા(એક જાતિનો સમૂહ)ઓ ભરેલી છે. તે આઠ પ્રકારની છે. ૧)ઔદારિક વર્ગણા ૨)વૈક્રિય વર્ગણા ૩) આહારક વર્ગણા ૪) તૈજસ્ વર્ગણા ૫) ભાષા વર્ગણા ૬)શ્વાસોચ્છવાસ વર્ગણા ૭) મન વર્ગણા ૮) કાર્મણ વર્ગણા. દારિક શરીરમાં વિદ્યમાન થઈને જીવ લોકવર્તી સમસ્ત વર્ગણાના પુદ્ગલોને ક્રમશઃ દારિક શરીરરૂપે ગ્રહણ કરે, તેમાં જેટલો સમય પસાર થાય તેને ઓદારિક પુદ્ગલ પરાવર્તન કહેવાય છે. આ રીતે આહારક વર્ગણા સિવાય બાકીના સાત વર્ગણાના પુદ્ગલોને જીવ ક્રમશઃ ગ્રહણ કરે, તેને તે-તે પુગલ પરાવર્તન કહેવાય છે. નોંધ-આહારક શરીર એક જીવને સંપૂર્ણ સંસારકાળ ચાર જ વખત પ્રાપ્ત થાય છે, તેથી તેની વર્ગણાઓનું પુલ પરાવર્તન થઈ શક્યું નથી. સાતે પુલ પરાવર્તનમાં સૌથી વધુ કાળ વૈક્રિય પુલ પરાવર્તનનું છે, જે અનંત કાળ છે. આવાં અનંત પુલ પરાવર્તન જીવેનિગોદમાં પસાર કર્યા છે. • નિગોદ “નિગોદ એ જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે. અનંત જીવોના આધારભૂત શરીરને નિગોદ કહેવાય છે. તેમાં રહેલા જીવોને નિગોદના જીવો કહે છે, જે એક શરીરમાં અનંતા જીવો હોય છે. સૂક્ષ્મ, સાધારણ વનસ્પતિકાયના જીવોને નિગોદના જીવો છે. ચૌદ રાજલોકમાં અસંખ્યાતા નિગોદના ગોળાઓ છે. એક એક ગોળામાં અસંખ્યાતી – અસંખ્યાતી *. અવસર્પિણી કાળના છ આરા : (૧)સુષમ-સુષમ(કો.કો. સાગરોપમ), (૨) સુષમ(૩ો.કો. સાગરોપમ), (૩)સુષમ-દુઃષમ (૨ કો.કો. સાગરોપમ), (૪) દુઃષમ-સુષમ(૧ ક્રો.કો. સાગરોપમમાં ૪૨,૦૦૦ વર્ષ જૂન), (૫) દુઃષમ(૨૧,૦૦૦ વર્ષ), (૬) દુઃષમ-દુઃષમ (૨૧,૦૦૦ વર્ષ). ઉત્સર્પિણી કાળના છ આરા : (૧)દુઃષમ-દુઃષમ (૨૧,૦૦૦ વર્ષ), (૨) દુઃષમ(ર૧,૦૦૦ વર્ષ), (૩) દુષમ-સુષમ (૧કો.કો. સાગરોપમમાં ૪૨,૦૦૦ વર્ષ જૂન), (૪) સુષમ-દુઃષમ (રકો.કો. સાગરોપમ), (૫) સુષમ (૩%ો.કો. સાગરોપમ), (૬) સુષમ-સુષમ(ક્રો.કો. સાગરોપમ). (શ્રી ભગવતી સૂત્ર, શ૦ ૬, ઉ૦ ૭, સૂ૦૭, પૃ. ર૬૩. પ્ર. શ્રી ગુરુમાણ ફાઉન્ડેશન, રાજકોટ.)
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy