SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦. કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસને આધારે સમ્યકત્વ સહિત હોય તો માફલદાયક બને છે. જયવીરાયસૂત્રમાં ભક્ત યાચક બની વીતરાગ પાસે ભવનિર્વેદ, તત્તાનુસારિતા, ઈષ્ટફલ સિદ્ધિ, લોક વિરુદ્ધનો ત્યાગ, ગુરુપૂજન, સદ્ગુરુનો યોગ અને ગુરુવચનની અખંડ સેવા માંગે છે. લોગસ્સ સૂત્રમાં સૂત્રકાર કહે છે आरुग्ग बोहिलाभं समाहिवर मुत्तमं दितुं ।। અર્થ સાધક લોગસ્સ સૂત્રમાં તીર્થંકર પરમાત્મા પાસે બોધિબીજની માંગણી કરે છે કારણકે સમ્યકત્વ વિના ભવરોગ મટતો નથી; ભવરોગની પરંપરા કપાય નહીં ત્યાં સુધી મોક્ષ ન મળે. રત્નાકરપચ્ચીશીના રચયિતા રત્નાકરસૂરિજી આચાર્યે આંતનિરીક્ષણ કરી પરમાત્મા સમક્ષ પાપોનું પ્રગટીકરણ કરતાં દ્રવ્યલક્ષ્મી કે ભાવલક્ષ્મી (મોક્ષ) ની માંગણી ન કરતાં સમ્યકત્વ રત્નની માંગણી કરે છે. આપો સમ્યકર શ્યામજીવને તો તૃપ્તિ થાયે ઘણી જૈન ધર્મમાં પરમ સાધ્ય સમ્યકત્વ છે. સમ્યગુદર્શનથી ધર્મની શરૂઆત થાય છે. સમ્યગદર્શન સંવર અને નિર્જરાનું કારણ છે. સાચું તપ અને સત્યધર્મ સમ્યગુદર્શનને આભારી છે. જેમ શેરડી, દૂધ અને ગોળની મધુરતા શબ્દો વડે કહી શકાય નહીં, તેમ સમ્યક્ત જેવા ગહન વિષયને વાણીથી વર્ણવી શકાય નહીં. કડી-૧૫માં કવિ ઋષભદાસ નિષ્પક્ષતાથી સુંદર વાત કરે છે. સમ્યકત્વ એ આત્માના પરિણામ છે. સમ્યકત્વ એ કોઈ બાહ્ય ક્રિયાકાંડ નથી. કવિ સ્વયં મૂર્તિપૂજક સંપ્રદાયના હોવા છતાં વાસ્તવિકતા દર્શાવવા આલેખે છે કે સમ્યકત્વ વિના જિનમંદિરો વિપુલ પ્રમાણમાં બંધાવવાથી કે જિનબિંબો ભરાવવાથી કોઈ લાભ થતો નથી. અર્થાત્ સમ્યકત્વ વિના કરેલાં ધાર્મિક કાર્યોથી પુણ્ય ઉપાર્જન થાય, પણ કોઈ વિશેષ લાભ થાય. .૧૯ સમ્યકત્વની શ્રેષ્ઠતા ઢાળ : ૧(ત્રિપદીની) સમીત ચણ નર તીરથ કરતા, ફોગટ તે નર પ્રથવી ફરતા; તે નાવિ દીસઈ તરતા. હો ભવીકા. સમકીત વન સ્યુ કરતા ગાન, વર વહૂણી નવ્ય સ્યોભઈ જાન; સૂર થનક મ્યું માન... હો ભવી. .૨૦ ચંદ થનાં નવિ સોભિ રાત્ય, પોત થનાં નવિ દીપઈ ભાત્ય; રૂપ કર્યું પણ જાય... હો ભવી. લુણ નાં ફીકું યમ અન, કરયો વણજ જો ન લઈ ધ્યાન, કયેરીયા શું નવણ મન... હો ભવી. માન સરોવર પણ નહીં હંસ, ધજા થના નવી સોભાઈ વંશ; દેહ ભલી જો હંસ... હો ભવી. ...૨૩ દેવલ દેવ વિના નહી સાર, નાક વ્યનાં જૂઠો શણગાર; કંઠ થના સ્યો હાર ..... હો ભવી. ...૨૪ ૨૧ •૨૨
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy