SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ આચાર્યશુભચન્દ્રજી જ્ઞાનાર્ણવ ગ્રંથમાં કહે છે - अतुलगुण निधानं सर्वकल्याणबीजं, जननबलविपोत्तं भव्यसत्त्वैक चिन्हम् । दुरिततरूकुठारं पुन्यतीर्थप्रधानं पिबतजित विपक्षं दर्शनारव्यं सुधाम्बु ।। અર્થ : હે ભવ્ય જીવો ! તમે સમ્યગુદર્શન નામના અમૃતજલનું પાન કરો, કારણકે તે અતુલ ગુણ નિધાન છે. સર્વ કલ્યાણનું બીજ છે. સંસાર સાગર તરવાનું જહાજ છે. ભવ્ય જીવોનું એક લક્ષણ છે. પાપરૂપી વૃક્ષને છેદવાનો કુહાડો છે. પવિત્ર એવું તીર્થ છે. તે અવર્ણનીય છે. મિથ્યાત્વરૂપી શત્રુ પર વિજય મેળવનાર છે. ખરેખર!સમ્યગદર્શન એ ભવરોગ મટાડવાની જડીબુટ્ટી છે. સમ્યકત્વ એ અધ્યાત્મનો એકડો છે. સમ્યકત્વ સહિત જ્ઞાન અને ચારિત્ર અતિ મહત્વના છે. અભવી જીવો નવપૂર્વનું જ્ઞાન ભણી શકે છે; છતાં સમ્યકત્વ વિના તેમનું જ્ઞાન અજ્ઞાનરૂપે પરિણમે છે. સમ્યકત્વ વિના શ્રેષ્ઠ કોટિનું ચારિત્ર પાળી તેઓ નવરૈવેયક જેવા ઉચ્ચ પ્રકારના વિમાનોમાં દેવપણે ઉત્પન થાય છે. પરંતુ આત્મિક લક્ષ્ય વિનાતે પણ વ્યર્થ નીવડે છે. જેમ ઘાણીનો બળદ ગોળ ગોળ ફરતો રહે, કેટલો પંથ કાપે છતાં તેનો અંત ન આવે, તેમ જીવાત્મા સમ્યકત્વ વિના ચતુર્ગતિમાં પરિભ્રમણ કરે છે. મિથાદષ્ટિનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. તેના ચાર કારણો છે. ૧) અનેકાન્તદષ્ટિનો અભાવ. ૨) “મારું તે જ સાચું' એવી પકડ. ૩) જિનેશ્વરના આગમો પ્રત્યે અશ્રદ્ધા. ૪) સંસાર પ્રત્યે બહુમાન. શ્રી યશોવિજયજી મહારાજે સવાસો ગાથામાં કહ્યું છે જાતિ અંધનોરે દોષના આકરો, જેનવિદેખેરે અર્થ; મિથાદષ્ટિ તેહથી આકરો, માને અર્થ અનર્થ શ્રી સીમંધર સાહેબ.. શ્રીમદ્ રાજચંદ્રજી પત્રાંક ૮૩૯માં લખે છે અનંતકાળથી જે જ્ઞાન ભવ પરંપરાનું કારણ હતું તે જ્ઞાનને એક સમયમાં નિવૃત્તિ રૂપ કરનાર, લ્યાણમૂર્તિ સમ્યગદર્શનને નમસ્કાર! મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર સંસાર વૃદ્ધિનું કારણ છે. પરમાત્મા મહાવીરના અનન્ય ભક્ત મગધ નરેશ શ્રેણિક અનાથી મુનિના સંપર્કથી બૌદ્ધ ધર્મી મટી જૈન ધર્મી બન્યા. પરમાત્માના વચનો પર અતૂટ શ્રદ્ધાના બળે, તેમજ પરમાત્મા પ્રત્યેની અનન્ય ભક્તિના પ્રભાવે તેઓ ભવિષ્યમાં ભરતક્ષેત્રના ઉત્સર્પિણી કાળના પ્રથમ પદ્મનાભ નામના તીર્થકર થશે. શુદ્ધ સમ્યકત્વનું પાલન કરવાથી જીવ તીર્થકર નામકર્મ બાંધે છે. વિવિધ પ્રકારનાંદાન, શીલ, તપ, ભક્તિ, તીર્થયાત્રા, ઉત્તમદયા, સુશ્રાવકપણું અને વતપાલન આદિ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy