SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૫ જૈન દર્શનમાં સમ્યકત્વનું સ્વરૂપ કહ્યું કે, “અમારે તો આ ભવ કે પરભવમાં જંબુકુમાર જ સ્વામી છે'. લગ્નની પ્રથમ રાત્રિએ જંબુકમાર પોતાની પત્નીઓ સાથે વૈરાગ્યની વાતો કરી રહ્યા હતા. ત્યારે પાંચસો ચોર સહિત પ્રભવચોર કરિયાવરમાં મળેલ૯૯ કરોડ સોનૈયાની ચોરી કરવા આવ્યા હતા. જંબુવામીની વાણીથી પ્રભવ આદિ ચોરો પર પણ વૈરાગી બન્યા. તેઓ પણ સંયમ સ્વીકારવા તૈયાર થયા. સમુદ્રશ્રી, પદ્મશ્રી, પવસેના, કનકસેના, નલસેના, કનકશ્રી, કનકવતી અને જયશ્રી. આ આઠે પનીઓને તેમણે સંસારની અસારતા, ક્ષણભંગુરતા, દેહની નશ્વરતા, નરક-તિર્યંચ આદિ ગતિઓનાં દુઃખો જણાવ્યાં. આઠે સ્ત્રીઓ પણ જિનવાણીથી પ્રભાવિત બની સંયમ લેવા તૈયાર થઇ. જે સંપત્તિનો જંબુવામી ત્યાગ કરે છે, તે સંપત્તિની ઇચ્છા કરવી એ પણ મહાપાપ છે; તેવું જાણી પ્રભવ આદિ ૫૦૦ ચોરો તેમજ જંબુસ્વામી અને આઠે કન્યાઓને માતા પિતા પણ સંયમ લેવા તૈયાર થયા. કુલ પર૭ આત્માએ સુધર્મારસ્વામી પાસે સંયમ લીધો. જંબુસ્વામીએ આજીવન બ્રહ્મચર્યની આરાધના કરી. તેઓ પાંચમા આરામાં મોક્ષે ગયા. ૫)વજસ્વામીઃ (શ્રાવકના બારવતીયાને નવપદપ્રકરણ, પૃ.૧ર-૧૧૯.) અવતી નગરીના ધનગિરિ નામના વેપારીએ આચાર્ય સિંહગિરિ પાસે દીક્ષા લીધી. ત્યારે તેની પત્ની સુનંદા સગર્ભા હતી. સુનંદાએ બાળકને જન્મ આપ્યો. તે વજ જેવા ભારવાળો હોવાથી તેનું નામ વજ કુમાર પડયું. પિતાએ દીક્ષા લીધી છે', પરિવારજનો દ્વારા વારંવાર આવા શબ્દો સાંભળી, દીક્ષા શબ્દ પર ચિંતન કરતાં બાળકને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેથી દીક્ષા લેવા માટે બાળકે રડવાનું શરુ કર્યું. બાળકના એકધારા રુદનથી માતાએ કંટાળીને ભિક્ષાર્થે આવેલા મુનિને બાળક વહોરાવી દીધું. કદી પાછો ન આપવાની શરતે ધનગિરિ મુનિએ બાળકને વહોરી લીધો. તે બાળકના જન્મજાત સંયમપ્રેમથી પ્રભાવિત થઇ માતા સુનંદાપણ સાધી બન્યા. વિદ્યાગુરુ અને વડીલમુનિઓ પ્રત્યેના સદ્ભાવ અને અદ્ભુત સમર્પણને કારણે બાળમુનિનો ક્ષયોપશમ વધુ પ્રબળ બન્યો. તીવ્ર મેઘાશકિતના કારણે બાળકે ૧૧ અંગો અલ્પ સમયમાં કંઠસ્થ કર્યા. તેઓ અલ્પ વયમાં દશપૂર્વધર બન્યા. તેમની અગાધ શક્તિ, અપૂર્વજ્ઞાન અને અતિ સોહામણા દેહથી પ્રભાવિત બની ધન શ્રેષ્ઠીની રુકિમણિ નામની કન્યા વજસ્વામી પર મોહિત થઇ. વજરવામીએ શરીરની અશુચિતા, ભોગની વિપાક-કટુતા, ક્ષણિકતા વગેરેનું હૃદયવેધી પ્રવચન કર્યું, જેથી તે કન્યા પણ સંયમ લેવા તૈયાર થઇ. વજસ્વામીએ બાલ્યવયમાં દીક્ષિત થઈ અનેક વિદ્યાઓ સંપન્ન કરી. તેઓ સંપૂર્ણ બ્રહ્મચારી રહી રવયં સંસાર સાગર તર્યા અને ઘણા જીવોને તેમણે તાર્યા. ૬)મેશકુમારઃ (શ્રી જ્ઞાતા ધર્મકથા, પ્રથમ અધ્યયન, પૃ.૧-૨.પ્ર. ગુરુપ્રાણ ફાઉન્ડેશન.) મેઘકુમારના જીવે પૂર્વે હાથીના ભવમાં છતી શક્તિએ, પોતાના મંડપમાં, પોતાના શરણે આવેલા નાનકડા પ્રાણી સસલા પ્રત્યે અનુકંપા ઉપજતાં પોતાના પ્રાણના ભોગે પણ તેની રક્ષા કરી. જીવદયાના પરિણામે તે મરીને શ્રેણિક નરેશના ગૃહે મેઘ નામના રાજકુમાર તરીકે જન્મ્યા. રાજગૃહી નગરીમાં ભગવાન મહાવીર પધાર્યા. તેમના સંપર્કમાં આવતાં મેઘકુમાર ને વૈરાગ્ય જાગ્યો. તેમણે યુવાન વયે સંસારનો ત્યાગ કરી સંયમ રવીકાર્યો. મેઘમુનિને સંયમની પ્રથમ રાત્રિએ મુનિઓની અવરજવર, સ્વાધ્યાયના અવાજથી તેમજ માત્ર જમીન પર એક વસ્ત્રની પથારી આદિ સંયમની કઠિનતાથી મહેલના સુખો યાદ આવ્યાં. મોહનીય કર્મના ઉદયથી, પ્રભાતે સંયમના ઉપકરણો પાછા સોંપી મહેલમાં ચાલ્યા જવાના ભાવ થયા. પૂર્વ જન્મની જીવદયા તેમને મોક્ષમાર્ગ તરફ લઇ આવી પરંતુ પરિષહો સહન ન થતાં મેઘમુનિ ચલિત થયા. મેઘમુનિ પ્રાત:કાળે પ્રભુ મહાવીર પાસે આવ્યા. વંદન માટે આવેલા મેઘમુનિના
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy