SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨૪ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસ'ને આધારે તેણે પાંચ મહિના અને તેર દિવસમાં ૧૧૪૧માનવોની હત્યા કરી. તે નગરમાં સુદર્શન શ્રાવક રહેતા હતા. તેઓ ભગવાન મહાવીરના ઉપાસક હતા. એકવાર ભગવાન મહાવીર રાજગૃહનગરીના ગુણશીલ ઉદ્યાનમાં પધાર્યા. ત્યારે સુદર્શન શ્રેષ્ઠી માતા-પિતાની આજ્ઞા લઈ ભગવાનનાં દર્શન કરવા ગયા. સુદર્શન શેઠ યક્ષના મંદિર પાસે પહોંચ્યા. ત્યાંતો અર્જુન માળી ભુગર લઈ સુદર્શન શેઠને મારવા દોડયો. સુદર્શન શેઠે ઉપસર્ગ જાણી સંથારો આદર્યો. તેમના મુખપર આત્મભાવનું તેજ અને અપૂર્વ શાંતિ હતી. યક્ષ આ પ્રતાપ ઝીલી ન શક્યો. યક્ષ અર્જુન માળીનું શરીર છોડી પોતાના સ્થાને ગયો. અર્જુન માળી મૂચ્છિત થઈ જમીન પર ઢળી પડયો. સુદર્શન શેઠે ઉપસર્ગ દૂર થતાં સાગરી સંથારો પાળ્યો. અર્જુન માળી પણ સ્વસ્થ બની સુદર્શન શેઠ સાથે પ્રભુ મહાવીરના દર્શનાર્થે ગયો. પ્રભુએ દેશના આપી. દેશના શ્રવણ કરી અર્જુન માળીએ વૈરાગ્ય ઉત્પન થતાં દીક્ષા લીધી. સંયમ લઈ તેમણે અભિગ્રહ ધારણ કર્યો, ‘આજથી યાવતું જીવન સુધી છઠ્ઠનાં પારણે છઠ્ઠ કરીશ'. પારણાના દિવસે અર્જુન માળી ત્રીજા પહોરે ગોચરી માટે નગરીમાં જતા. લોકો તેમનો તિરસ્કાર કરતાં, અર્જુન મુનિએ કર્મ ક્ષય કરવા સર્વ પરિષદોને સમભાવે સહન કર્યા. તેઓ છમાસની દીક્ષા પર્યાય પાળી સિદ્ધ થયા. ૩) શિવકુમારઃ (ચંદ્રપ્રભાચાર્ય વિચરિત સમ્યકત્વ પ્રકરણમ્, પૃ-૧૧૬-૧૨૪.) આગમ સાહિત્યના પારંગત મુનિ સાગરદન માસક્ષમણના તપસ્વી હતા. કામસમૃદ્ધ નામના સાર્થપતિએ નિર્દોષ, પ્રાસુક આહાર વહોરાવી ભક્તિભાવપૂર્વક તેમનું પારણું કરાવ્યું. આ દશ્યથી પ્રભાવિત થયેલો રાજકુમાર શિવ મુનિ પ્રત્યે આકર્ષાયો. મુનિ દર્શન માત્રથી તે પ્રસન્ન થયો. મુનિ પ્રત્યેની પોતાની અત્યંત પ્રીતિનું કારણ અવધિજ્ઞાની મુનિ સાગરદન પાસેથી રાજકુમારે જાણ્યું. પૂર્વભવમાં બંને સગા ભાઇઓ હતા. મુનિ તે મોટાભાઇ ભવદત હતા અને શિવકુમાર એ ભવદેવ તરીકે નાનાભાઈ હતા. જ્યારે ભવદતે સંયમ ગ્રહણ કર્યો ત્યારે ભાઈ પ્રત્યેની પ્રીતિથી પ્રેરાઇને ભવદેવે પણ સંયમ ગ્રહણ કર્યો. તે વખતે ભવદેવના લગ્ન થઈ ગયાં હતાં. સંયમ ગ્રહણ કર્યા પછી થોડા સમયમાં ભાઈ મુનિ ભવદત્તનું મૃત્યુ થયું. ભવદેવમુનિને પોતાની પત્ની નાગિલા યાદ આવી. તેઓ સંયમ છોડી પોતાની પત્ની નાગિલા પાસે આવ્યા. આર્ય નારીએ ભવદેવને સાચા માર્ગે દોર્યા. તેઓ સંયમમાં સ્થિર થયા. મનુષ્ય ભવનું આયુષ્ય પૂર્ણ કરી બંને ભાઈઓ દેવલોકમાં સાથે હતા. ત્યાંથી ચ્યવી ભવદેવનો જીવ શિવકુમાર થયો અને ભવદત્તનો જીવ સાગરદમુનિ થયા. પૂર્વ ભવનો વૃત્તાંત સાંભળી શિવકુમારને વૈરાગ્યે થયો. તેઓ બારવ્રતધારી શ્રાવક બન્યા. સંસારમાં રહીને પણ સાધુજીવન જીવ્યા. સચેતનો ત્યાગ, ઘી આદિ વિગયોનો સંપૂર્ણ ત્યાગ કરી બે-બે ઉપવાસ કર્યા. પારણામાં આયંબિલ તપ કરતા. તેમણે જીવન પર્યંત અન્ન અને જળ એમ બે દ્રવ્યનો જ ઉપયોગ કર્યો. તેમજ સ્ત્રીસંગનો ત્યાગ કરી બ્રહ્મચારી બન્યા. આરીતે બાર વર્ષ સુધી સમ્યફપ્રકારે ધર્મનું આરાધન કરી પાંચમા બ્રહ્મદેવલોકનાદેવ બન્યા. ૪) જંબુસ્વામીઃ (શ્રી કલ્પસૂત્ર પૃ. ૩૦૬-૩૦૭.) શિવકુમારનો જીવ દેવભવનું આયુષ્ય પૂર્ણ કરી રાજગૃહી નગરીના ઋષભ શ્રેષ્ઠીની ધારિણી નામે પત્નીની કુક્ષિએ પુત્રપણે ઉપજયા. તેમનું નામ જંબુ રાખવામાં આવ્યું. તે એકવાર યુવાન વયે સુધર્માસવામીના વંદન કરવા ગયા. વીરવાણી સાંભળી તેમનું મન અસાર સંસારથી વિરક્ત બન્યું. તેમણે દીક્ષા લેવાની ઇચ્છા માતા-પિતાને જણાવી. માતા પિતાએ તેમને પરણાવવાની ઇચ્છા દર્શાવી. જંબુકુમારે માતા-પિતાની ઇચ્છા પૂર્ણ કરવા આઠ કન્યાઓ સાથે લગ્ન કર્યા. પરણ્યા પહેલાં તેમણે આઠે કન્યાઓને પોતાની ઇચ્છા દર્શાવી હતી પણ આઠે કન્યાઓએ
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy