SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દર્શનમાં સમ્યક્ત્વનું સ્વરૂપ જીવ ૬૦ સમયનો અનિવૃત્તિકરણનો કાળ પસાર કરે ત્યારે બાકીના ૪૦ સમયમાં જીવ એવું કાર્ય કરે કે એ ૪૦ સમય પછી આવનારા ૧૦૦ સમયના એક અંતર્મુહૂર્તમાં એક પણ મિથ્યાત્વ મોહનીય કર્મનું દલિક ઉદયમાં રહેવા દેતો નથી. અર્થાત્ અનિવૃત્તિકરણના ૬૧-૬૨-૬૩ આદિ સમયમાં પસાર થતો એ જીવ આખા અનિવૃત્તિકરણ પછી આવનારા નવા અંતર્મુહૂર્ત કાળમાં (૧૦૦ સમયમાં) આવી શકનાર મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોને ઉઠાવીને દૂરના કાળમાં એટલે કે એ ૧૦૦ સમયના અંતર્મુહૂર્તની ઉપરની સ્થિતિમાં અને પોતાના ભોગવાતાં ૬૧૬૨-૬૩ આદિથી ૧૦૦ સમય સુધીની નીચલી સ્થિતિમાં ફેંકતો જાય છે. અનિવૃત્તિકરણનો સંખ્યાતમો ભાગ (૪૦ સમય) બાકી રહે ત્યારે અંતરકરણની ક્રિયા શરૂ થાય છે. આ ક્રિયાને ‘આગાલ’ કહેવાય છે. તેને વધુ સ્પષ્ટતાથી સમજીએ. ઉદિરણા ઉદયાવલિના (૧) અંતર્મુહૂર્તની સ્થિતિ અનિવૃત્તિકરણ આગાલ કર્મદલિકો ૪૦૫ (૨) અંતર્મુહૂર્તની સ્થિતિ (૩) અંતઃ ક્રોડા ક્રોડી સાગરોપમની સ્થિતિ અંતરકરણ અંતકરણની ક્રિયામાં સહજ રીતે મિથ્યાત્વના ત્રણ ભાગ પડે છે. પ્રથમ ભાગમાં જેટલાં કર્મો અંતર્મુહૂર્તમાં ઉદયમાં આવવાના હોય તેનો ક્ષય કરે અને જે દલિકો પછીના અંતર્મુહૂર્તમાં ઉદયમાં આવવાના છે, તેની સ્થિતિ ઘટાડી શકાય તેમ હોય તેને બળાત્કારે ખેંચી ઉદયાવલિકામાં નાખી ભોગવતો જાય છે. તેને ‘ઉદિરણા’ કહેવાય અને જે કર્મોની સ્થિતિ ઘટાડી શકાય એમ નથી તેની સ્થિતિ વધારે છે. બીજા ભાગમાં જે કર્મ દલિકો સત્તામાં છે, તેને પ્રથમ અને ત્રીજા ભાગમાં નાખી બીજા ભાગને સંપૂર્ણ ખાલી કરે છે. આ સમયે ત્રીજી સ્થિતિમાં દલિકોને ઉપશમાવવાનું કાર્ય ચાલુ જ હોય છે. ત્રીજા ભાગના દલિકોને બળાત્કારે ખેંચી પ્રથમ ભાગમાં ઉદયાવલિકામાં નાંખે છે. જેને ‘આગાલ’ કહેવાય છે. આ ત્રણે ક્રિયા એક સાથે થાય છે. પ્રથમ ભાગની અંતર્મુહૂર્તની સ્થિતિમાં બે આવલિકા (એક આવલિકા = અસંખ્યાત સમય) બાકી રહે, ત્યારે આગાલ પૂર્ણ થાય અને એક આવલિકા જેટલો સમય બાકી રહે, ત્યારે ઉદિરણા પણ બંધ થાય કારણકે હવે જીવને, એક અંતર્મુહૂર્ત સુધી એક પણ કર્મ ઉદયમાં આવી ભોગવવાનું બાકી રહે એવું હોતું નથી. અંતરકરણ એ અનિવૃત્તિકરણનો જ એક વિભાગ છે. જેમ લાકડાના બે ટુકડા પર ઘા પડતાં વચ્ચે અંતર પડે છે, તેમ મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોનું બેવિભાગમાં વિભક્ત થવું; તે અંતરકરણ છે. અર્થાત્ મિથ્યાત્વના
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy