SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ४०६ કવિ ઋષભદાસ કૃત “સમકિતસાર રાસીને આધારે દલિકોવિનાની સ્થિતિ તે અંતરકરણ".મિથ્યાત્વનાલિકો વિનાની શુદ્ધ ભૂમિને ઉપશમાદ્ધા કહેવાય છે. તેમાં પ્રવેશતા પ્રથમ સમયે જ ઉપશમ સમકિત પ્રાપ્ત થાય છે. હવે “જીવ અંતર્મુહૂર્ત સુધી મોહનો ઉપશમ કરી ઉપશમ સમકિતી બને છે. અહીંનૈસર્ગિકસમકિત અથવા ગુરુના ઉપદેશથી અધિગમસમકિત પામે છે. ઉપશમ સમકિત પ્રાપ્ત થતાં જીવ અવિરતિ સમ્યગુદૃષ્ટિ નામના ચોથા ગુણસ્થાનકે આવે છે. ત્યાં સુધીની સર્વપ્રક્રિયાને પ્રથમ ગુણસ્થાનકે જ કરે છે. ઉપશમ સમકિત પ્રાપ્ત કર્યા પછી જીવ ઉપશમાવેલમિથ્યાત્વમોહનીય કર્મના અંતઃ ક્રોડાકોડી સાગરોપમની સ્થિતિના દલિકોને સ્વચ્છ કરવાનું કાર્ય કરે છે. જેને શાસ્ત્રીય ભાષામાં પૂંજ કહેવાય છે. આવો પ્રયત્ન કરવાથી જે કર્મ દલિકો સર્વથા શુદ્ધ થાય છે, તેને “સમ્યકત્વ મોહનીય' કહેવાય છે. જે અર્ધશુદ્ધ બને છે, તેને મિશ્રમોહનીય કહેવાય છે. જે અશુદ્ધ જ રહે છે, તેનેમિથ્યાત્વમોહનીય કહેવામાં આવે છે. પથમિક સમકિતનો અંતર્મુહૂર્ત કાળ પૂર્ણ થતાં (૧) મિથ્યાત્વ મોહનીયરૂપ અશુદ્ધ પૂંજના ઉદયથી જીવપ્રથમમિથ્યાત્વગુણસ્થાનકે જાય છે. અથવા (૨) અર્ધશુદ્ધ પૂંજનો ઉદય થવાથી જીવ ત્રીજા મિશ્રગુણસ્થાનકે જાય છે અથવા (૩) વિશુદ્ધ પૂંજના ઉદયથી જીવલયોપશમ સમકિતી અર્થાતુ વેદક સમકિતી બને છે. ઉપશમાં સમકિતની મદદથી આત્મા મિથ્યાત્વ મોહનીયના ત્રણ વિભાગ બનાવે છે. અંતર્મુહર્ત કાળ પૂર્ણ થતાં તેમાંથી ગમે તે એકપૂંજનો ઉદયથાય છે. અધ્યવસાયોની વિશુદ્ધિ વધતાં સમકિતી જીવ મિથ્યાત્વનાં દલિકોને સમકિત મોહનીય અથવા મિશ્ર મોહનીયમાં સંક્રમાવે છે. તેથી વિપરીત જે સમકિતથી પતિત થઈ મિથ્યાષ્ટિ બન્યો હોય તે પૂર્વે કરેલાં પૂંજોમાંના મિશ્રમોહનીય અને સમકિત મોહનીય આબંને પૂજોનેમિથ્યાત્વમાં સંક્રમાવે છે.” સમકિતી આત્માઅધ્યવસાયોની શુદ્ધિથી મિથ્યાત્વપૂંજનો સંપૂર્ણક્ષયકરક્ષાયિકસમકિત પ્રાપ્ત કરે છે." સમકિતથી પડિવાઈ થયેલો આત્મા ફરીથી સમકિત પામે ત્યારે પણ અપૂર્વકરણ વડેત્રપૂજા કરે છે અને અનિવૃત્તિકરણ દ્વારા સમ્યકત્વપૂંજને ઉદયમાં લઈ ક્ષયોપશમસમકિત પામે છે. કર્મગ્રંથ અને સિદ્ધાંતકારો વચ્ચે સમ્યકત્વ પરત્વે મતભેદ." (૧) કર્મગ્રંથ અનુસાર અનાદિ મિથ્યાદેષ્ટિ સર્વપ્રથમ ઔપશમિક (ઉપશમ) સમકિત પ્રાપ્ત કરે છે. પથમિક સમકિતનો અંતર્મુહૂર્તનો કાળ પૂર્ણ થતાં ક્ષયોપશમ સમકિતી, મિશ્રદષ્ટિ કેમિથ્યાષ્ટિ એ ત્રણ સ્થિતિમાંથી કોઈ પણ એક સ્થિતિ પ્રાપ્ત કરે છે. સિદ્ધાંતકારોના મતે અનાદિ મિથ્યાદેષ્ટિ પ્રથમ ઉપશમ સમકિત જ પ્રાપ્ત કરે, એવો એકાંત નિયમ નથી. અનાદિ મિથ્યાષ્ટિ જીવ અધ્યવસાયોની વિશુદ્ધિથી અપૂર્વકરણમાં પ્રવેશી, ગ્રંથિભેદ કરી મિથ્યાત્વના ત્રણ પૂંજ કરે, પછી અનિવૃત્તિકરણના સામર્થ્યવડે શુદ્ધ પૂજને વેદતો (ઉપશમ સમકિત પ્રાપ્ત કર્યા વિના) પ્રથમ ક્ષયોપશમ સમકિત પ્રાપ્ત કરી શકે છે.
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy