SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૦૪ કવિ ઋષભદાસ કૃત ‘સમકિતસાર રાસ'ને આધારે સંખ્યાતમા ભાગ પ્રમાણ ન્યૂન-ન્યૂન કરે છે. અપૂર્વ સ્થિતિઘાતથી ભૂતકાળમાં બંધાયેલા કર્મોની સ્થિતિમાંથી પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણ સ્થિતિનો નાશ થાય છે અને અપૂર્વ સ્થિતિ બંધથી નવા બંધાતા જ્ઞાનાવરણીયાદિક કર્મોની સ્થિતિમાં પૂર્વસ્થિતિ બંધની અપેક્ષાએ પછીના સ્થિતિબંધનું પ્રમાણ પલ્યોપમનો સંખ્યાતમો ભાગ ન્યૂન થઈ જાય છે. સારાંશ એ છે કે અપૂર્વકરણ વખતે પ્રતિ સમયે અધ્યવસાય ચડતી માત્રામાં હોય છે, તેથી સમયે સમયે ઉપરોક્ત ચારે કાર્ય પણ ચડતી માત્રામાં થાય છે. આ સ્થિતિઘાતાદિ પૂર્વે ક્યારેય થયા ન હતા, જીવને આવા ચડતા પરિણામ ક્યારેય આવ્યા જ ન હતા, તેથી આ ચારેને અપૂર્વકરણ કહેવામાં આવે છે. આવું વીર્ષોલ્લાસવાળું અપૂર્વકરણ અંતર્મુહૂર્ત સુધી જ ચાલે છે. આ કરણ જીવને અસંખ્યાતીવાર આવે. અપૂર્વકરણાદિ ક્રિયાઓ જ સમ્યક્ત્વનું અવશ્ય કારણ છે. (૩) અનિવૃત્તિકરણ : અપૂર્વકરણ પ્રાપ્ત થયા પછી જીવને અંતર્મુહૂર્તમાં તેનાથી પણ વિશેષ શુદ્ધ એવો અનિવૃત્તિકરણરૂપ અધ્યવ્યસાય પ્રાપ્ત થાય છે. અપૂર્વકરણથી આગળ વધેલો જીવ અધ્યવસાયની પ્રતિ સમય અનંતગુણ વિશુદ્ધિ કરતો અનિવૃત્તિ કરણમાં પ્રવેશે છે. જે અધ્યવસાયો સમ્યક્ત્વ પ્રાપ્ત કરાવ્યા વિના પાછા નહિ ફરે તે અનિવૃત્તિકરણ. તેનો બીજો અર્થ એ છે કે અનિવૃત્તિકરણમાં એક જ સમયે રહેલા સર્વ જીવોના અધ્યવસાયમાં વિશુદ્ધિની તરતમતા નથી એટલે કે એક સમયે, એક સાથે પ્રવેશેલા જીવોના અધ્યવસાયોમાં તીવ્રતા કે મંદતાની અપેક્ષાએ કોઈ ફેરફાર નથી. (અહીં અનિવૃત્તિકરણનો અર્થ ‘તરતમતા ન હોવી' એવો છે) પરંતુ પ્રથમ સમય કરતાં બીજા સમયની વિશુદ્ધિ અનંતગણી વધારે છે. અનિવૃત્તિકરણમાં પણ અપૂર્વકરણની જેમ અપૂર્વ સ્થિતિઘાત આદિ ચારે કાર્ય સમયે સમયે થયા કરે છે. અનિવૃત્તિકરણ જીવને સંસારકાળમાં અસંખ્યાતીવાર આવે છે. અનાદિ સંસારમાં સર્વ જીવે અનંત યથાપ્રવૃત્તિકરણ કર્યા પરંતુ જે જીવ અપૂર્વકરણ કરે છે, તેને તે પૂર્વે ચરમ યથાપ્રવૃત્તિકરણ એક અંતર્મુહૂર્તનું થાય છે. પછી અંતર્મુહૂર્તનું અપૂર્વકરણ થાય અને ત્યાર પછી એક અંતર્મુહૂર્તનું અનિવૃત્તિકરણ થાય. આ ત્રણે કરણોમાં જીવમિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોને ભોગવે છે. અનિવૃત્તિકરણની અંતર્મુહૂર્ત પ્રમાણ સ્થિતિમાં જ્યારે સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે અંતરકરણની ક્રિયા શરૂ થાય છે. આ ક્રિયામાં મિથ્યાત્વ મોહનીય કર્મ જે ઉદયમાં આવવાના છે તેને આગળ-પાછળ કરે છે. એટલે કે અનિવૃત્તિકરણ પછીના અંતર્મુહૂર્ત કાળમાં મિથ્યાત્વ મોહનીય કર્મના દલિકોને ઉદયમાં ન આવવા દેવા. અર્થાત્ તે સમય મિથ્યાત્વ મોહનીય કર્મના એકપણ દલિક વિનાનો બનાવી દેવો. અસત્ કલ્પનાએ અનિવૃત્તિકરણના અંતર્મુહૂર્તના ૧૦૦ સમય છે. (વસ્તુતઃ અસંખ્ય સમય છે) જ્યારે તે
SR No.023245
Book TitleSamattam
Original Sutra AuthorN/A
AuthorBhanuben Satra
PublisherAjaramar Jain Seva Sangh
Publication Year2010
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy